🔥 TRENDING Baran SDM Hawaai Singh Yadav booked by... पाटोदा स्थित श्री विठ्ठल रुक्माई मंदिर... Court Rules Mistake of Law by Quasi-Ju... School Van Crashes into Divider in Jha... Jharkhand to Form Expert Panels for Sa... BofA says Boeing stock dip ‘a bit dram...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી શહેરમાં અનુકંપા ફાઉન્ડેશનનું ટુ વ્હીલર ફોર ટુ 🏍️ અભિયાન થયું વાયરલ !

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Sep 2026, 08:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી શહેરમાં અનુકંપા ફાઉન્ડેશનનું
ટુ વ્હીલર ફોર ટુ 🏍️ અભિયાન થયું વાયરલ !

તા. ૧૪ ઓગસ્ટના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીના અનુકંપા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ “ટુ વ્હીલર ફોર ટુ” (Two Wheeler For Two) અભિયાનને શહેરમાં ખૂબ જ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે.

અભિયાનનો વિચાર અત્યંત સરળ છે—
બાઇક કે સ્કૂટર પર એકલા જઈ રહ્યા હો, તો તમારી ખાલી સીટ કોઈ જરૂરિયાતમંદ રાહદારી સાથે વહેંચો.

આ અભિયાનમાં સ્વયંભૂ જોડાયેલા નાગરિકો હવે રસ્તે પગપાળા જતા લોકોને સામેથી લિફ્ટની ઓફર કરી રહ્યા છે અને પોતાના નાના પ્રયાસથી સહકાર, સૌહાર્દ અને માનવતાની ભાવના પ્રસરાવી રહ્યા છે.

ખાસ વાત એ છે કે હવે અમરેલીના રાહદારીઓ પણ “ટુ વ્હીલર ફોર ટુ”નું લાલ-પીળું સ્ટીકર લગાવેલું વાહન જોઈને વિના સંકોચે લિફ્ટ માંગી રહ્યા છે.

અભિયાન શરૂ થયાને હજુ માત્ર એક જ મહિનો થયો છે, પરંતુ આ ટૂંકા ગાળામાં અનુકંપા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ૨૫૦થી પણ વધુ લોકોને બાઇક કે સ્કૂટર પર લિફ્ટ આપવામાં આવી છે.

આમ, એક નાનકડું સ્ટીકર હવે માત્ર અભિયાનની ઓળખ નથી રહ્યું—તે અમરેલીના રસ્તાઓ પર “મારી ખાલી સીટ કોઈના કામ આવી શકે” એવી સુંદર સામાજિક ભાવનાનું પ્રતીક બની રહ્યું છે.

એક વાહન… બે મુસાફર…
અને વચ્ચે જોડાતો માનવતાનો એક નવો સંબંધ.

Two Wheeler For Two —
*ખાલી સીટ = સંવેદના વ્યક્ત કરવાની સીટ !*
📲Get App