🔥 ट्रेंडिंग जालौर के ग्रेनाइट उद्योग को बढ़ावा देन... 12/9/2026को सरकारी जमीन पर कब्जा: पटवा... जालौर के ग्रेनाइट उद्योग को बढ़ावा देन... લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્ય... सांवरिया सेठ को चढ़ाया सोने का दिल: 21... सांवरिया सेठ को चढ़ाया सोने का दिल: 21...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઠલાપુર પોલીસ સ્ટેશનએ અમદાવાદમાં સાયબર, નાર્કોટિક અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન..
स्थानीय

વિઠલાપુર પોલીસ સ્ટેશનએ અમદાવાદમાં સાયબર, નાર્કોટિક અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 17 सित. 2026, 11:42 PM 👁 76
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિઠલાપુર પોલીસ સ્ટેશનએ અમદાવાદ જિલ્લામાં સાયબર સુરક્ષા, નાર્કોટિક ઉપયોગ અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમ યોજ્યો..

વિઠલાપુર પોલીસ સ્ટેશનએ અમદાવાદ જિલ્લામાં સાયબર સુરક્ષા, નાર્કોટિક ઉપયોગ અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ વધારવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને યુવાનોને આ ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં માહિતી અને સલાહ આપવામાં આવી. સાયબર અવેરનેસ સત્રમાં ઓનલાઈન ઠગાઈ, વ્યક્તિગત ડેટા સુરક્ષા અને સુરક્ષિત ઇન્ટરનેટ ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવી..

નાર્કોટિક જાગૃતિ સત્રમાં નશા પદાર્થોનું જોખમ, કાનૂની પરિણામો અને પુનર્વસન સહાયતા વિશે જાણકારી આપી. ટ્રાફિક અવેરનેસ સત્રમાં માર્ગ નિયમો, સુરક્ષિત ડ્રાઇવિંગ અને હેલ્મેટ ઉપયોગની મહત્વતા પર ભાર મૂકાયો.પોલીસ અધિકારીઓએ જાહેરને આ બાબતોમાં સક્રિય ભાગ લેવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી. કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો અને ભાગ લેનારાઓએ માહિતીપ્રદ સત્રો માટે આભાર વ્યક્ત કર્યો.
📲Get App