🔥 TRENDING Madhya Pradesh CM Mohan Yadav urges fa... Director Niranjan's 'Mr Bhaarath' slat... Times of India Unveils Official Traile... धरियावद नगर पालिका में दीपावली के बावज... ਭਾਰਤ ਨੇ ਜਿੱਤਿਆ ਨਿਉਜੀਲੈਡ ਦੇ ਖਲਾਫ ਦੂਜਾ ਇ... Bathinda records AQI of 737, tops Indi...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Weather

સાબરકાંઠાના હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 15 Sep 2026, 12:40 PM 👁 85
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે, જેના કારણે હિંમતનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે.

સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધોધમાર વરસાદના કારણે હિંમતનગર નગરપાલિકા કાર્યાલય આગળના મુખ્ય રોડ તેમજ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

હિંમતનગર શહેરની સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી હતી. તાલુકાના કાકરોલ, મોતીપુરા, હડિયોલ, ગઢાડો અને ભોલેશ્વર સહિતના ગ્રામ્ય પંથકોમાં ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો છે, જેનાથી ખેતી પાકને ફાયદો થવાની આશાએ જગતનો તાત ખુશખુશાલ જણાઈ રહ્યો છે.
📲Get App