🔥 TRENDING સુરતના સારોલી માર્કેટમાં ભીષણ આગ: 24 ક... न्यूआडा ब्लॉक में लड़की और लड़के का फर... સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા ગાર... Madhya Pradesh Man Hacked to Death by... Madhya Pradesh Records 88% of Expected... ದೇವದುರ್ಗ ಚಿಕ್ಕ ಹೂನ್ನಕುಣಿಯಲ್ಲೇ ನೀರಾವರಿ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ ન્યૂઝ | વિરમગામ-બેચરાજી ફોરલેન હાઈવે પર ગંભીર અકસ્માત

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 09:27 AM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ-બેચરાજી ફોરલેન હાઈવે પર સીતાપુર કેનાલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે.

વિરમગામથી ઘઉંનો જથ્થો ભરી બેચરાજી તરફ જઈ રહેલો ટ્રક અચાનક ચાલકના કાબૂ બહાર ગયો હતો.

ટ્રક લોખંડની સેફ્ટી દીવાલ સાથે ધડાકાભેર અથડાતા સેફ્ટી દીવાલ તૂટી ગઈ હતી અને ટ્રક રસ્તાની બાજુ આવેલી ખાડીમાં ખાબક્યો હતો.

અકસ્મત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ટ્રકની કેબિનમાંથી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.

સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

ટ્રકમાં ભરેલા ઘઉંના જથ્થાને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

હાલ ટ્રકને ખાડીમાંથી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ચાલકનો સ્ટિયરિંગ પરથી કયા કારણોસર કાબૂ છૂટ્યો તે અંગેની વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.

સીતાપુર કેનાલ નજીક સેફ્ટી દીવાલ તૂટી જતાં હાઈવેની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
📲Get App