🔥 TRENDING સીએઓને ઓડિટ સમય મર્યાદા લંબાવવા વિનંતી ભરૂચમાં ભારે વરસાદે આંગન એપાર્ટમેન્ટ પ... છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં 48 કલાકની... કિલ્લા પારડી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વા... Foreign Leaders Touch Down in New Delh... Delhi High Court rebukes lawyer for fi...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા રોહીસા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા રોહીસા

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Sep 2026, 12:24 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા રોહીસા ગામમાં મોડી રાત્રે વનરાજની પધરામણી થતાં ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો છે. ચોમાસાના વરસાદી માહોલ વચ્ચે ૨ સિંહો શિકારની શોધમાં મોડી રાત્રે રોહીસા ગામની અંદર પ્રવેશ્યા હતા અને ગામની વચોવચ જ એક પશુ પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું.
ચાલુ વરસાદમાં જ બંને સિંહો કલાકો સુધી ગામની ગલીઓ અને રસ્તાઓ પર શાંતિથી ફરતા રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગામમાં અવારનવાર સિંહોના આંટાફેરા અને પશુઓના શિકારની ઘટનાઓ વધતાં ગ્રામજનો પોતાના અને માલધારી પશુઓની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે આ સિંહોને પાંજરે પૂરી પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડવાની ઉગ્ર માંગ કરી છે.
📲Get App