🔥 TRENDING જામજોધપુર સીદસર ઉમિયાધામ आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब... JD(U) chief urges ‘Recall Bihar before... BSF Stops Sikh Nagar Kirtan En Route t... Delhi Government to Upgrade Roads and... मिर्जापुर मोहल्ले में पुलिस ने हथियारो...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામોલ પોલીસ સ્ટેશન

રામોલ પોલીસ સ્ટેશન

✍️ Reporter: Ketankumar N Bhatt 🗓 10 Sep 2026, 05:12 PM 👁 34
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રામોલ પોલીસે મેફેડ્રોનનો કોમર્શિયલ જથ્થો ઝડપી પાડ્યો
રામોલ પોલીસે તા. 09/09/2026ના રોજ રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે ટોલટેક્સ પાસે વડોદરા તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઈસમને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીનું નામ રિઝવાન ઉર્ફે રિજુમોહમદ ફારૂક મનસૂરી, ઉંમર 24 વર્ષ, રહે. ચંદનનગર, ઈન્દોર, મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે.
આરોપી પાસેથી કુલ 843 ગ્રામ 610 મિલીગ્રામ મેફેડ્રોન, જેની કિંમત આશરે ₹25,30,830, તેમજ મોબાઈલ ફોન, પાવર બેંક, કપડાં અને અન્ય સામાન મળી કુલ ₹25,36,430નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે ઓનલાઈન એપ્લિકેશન મારફતે **વોન્ટેડ આરોપી સાનુખાન (રહે. ઈન્દોર)**ના સંપર્કમાં આવ્યો હતો અને ઈન્દોરથી મેફેડ્રોનનો જથ્થો અમદાવાદમાં રહેતા વોન્ટેડ આરોપી રિયાઝ અલીને આપવા માટે લાવ્યો હતો.
આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11191024261044/26 હેઠળ NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કાર્યવાહી કરનાર ટીમ:
સી. પોલીસ ઈન્સ્પેક્ટર વી.ડી. મોરી
સે. પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. ચૌધરી
પો.સ.ઈ. આર.જે. જાડેજા
પો.કો. ઘનશ્યામભાઈ કાથડભાઈ
પો.કો. પ્રકાશભાઈ ગભરુભાઈ
પો.કો. આશિષભાઈ ઈશ્વરભાઈ
પો.કો. જયેશભાઈ માધાભાઈ
📲Get App