🔥 TRENDING சென்னை அருகே அமைச்சர் ஜெகதீஸ்வரியின் க... Himachal Panchayat tells NGT Tiyara sa... Amritsar Police Seize 15 Pistols, 5 Kg... સુરતના અલથાણમાં સુમન ભાર્ગવ આવાસમાંથી... Two Arrested After Adults Intervene in... CM Samrat Chaudhary surveys flood dama...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦મું અંગદાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના નિર્ણયને બિરદાવ્યો
Health

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦મું અંગદાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના નિર્ણયને બિરદાવ્યો

✍️ Reporter: Hariom Borse 🗓 07 Sep 2026, 12:54 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦મા કેડેવર અંગદાન પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મુલાકાત લીધી હતી અને નવસારીના ખેતમજૂર સ્વ. ભલાભાઈ હળપતિના પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવી સાંત્વના પાઠવી હતી.

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૦મું કેડેવર અંગદાન થતાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર થયું છે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. મંત્રીશ્રીએ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના વ્યક્ત કરી હતી અને અંગદાન માટે લેવામાં આવેલા તેમના નિર્ણયને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી બિરદાવ્યો હતો.

નવસારી જિલ્લાના અંબડા ગામના રહેવાસી અને ખેતમજૂર પરિવાર સાથે સંકળાયેલા ૫૬ વર્ષીય સ્વ. ભલાભાઈ છગનભાઈ હળપતિના અવસાન બાદ તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી સમાજને પ્રેરણા મળે તેવો દાખલો સ્થાપિત કર્યો છે. સ્વ. ભલાભાઈ હળપતિ સુરત નવી સિવિલ હોસ્પિટલના ૧૦૦મા કેડેવર ડોનર બન્યા છે. આ પ્રસંગે યોજાયેલા પ્રાર્થના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી જોડાયા હતા અને સ્વ. ભલાભાઈના પત્ની શ્રીમતી લલિતાબેન, પુત્રીઓ સોનલબેન તેમજ રેખાબેન અને પુત્ર ઉત્તમભાઈ સાથે મુલાકાત કરી તેમને હિંમત અને સાંત્વના આપી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, "અંગદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનમાં ફરીથી આશાનો દીવો પ્રગટાવવાની મહાન માનવસેવા છે. અંગદાન એ જીવન પછી પણ જીવન આપવાની મહાન ભાવના છે. એક વ્યક્તિના અંગો અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવી આશા અને નવો ઉજાસ લાવી શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યમાં અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ છે અને વધુમાં વધુ લોકો આ પવિત્ર કાર્ય સાથે જોડાય તે સમયની જરૂરિયાત છે.

આ મુલાકાત દરમિયાન નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પારૂલબેન વડગામા, RMO ડૉ. કેતનભાઈ નાયક, નોડલ ઓફિસર ડૉ. નિલેશભાઈ કાછડીયા સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ, કડીવાલા, સફાઈ કર્મચારીઓ અને સિક્યોરિટી સ્ટાફે પણ પરિવારના આ નિર્ણયને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા નિર્ણયો અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. સ્વ. ભલાભાઈ હળપતિના પરિવાર દ્વારા અપાયેલો આ માનવતાનો સંદેશ સમગ્ર સમાજને સેવા, સમર્પણ અને જીવનદાનની ભાવના સાથે જોડાવા માટે પ્રેરિત કરનાર બન્યો છે.
📲Get App