🔥 TRENDING West Bengal Finance Minister Swapan Da... West Bengal By‑election: Nandigram and... Severe Floods Grip Bihar as Major Rive... Bihar government warns against fishing... Bihar Man Parks New SUV on House Roof... PM Modi to inaugurate and lay foundati...
08 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન સાંતલપુર શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 31 Aug 2026, 09:12 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
: સાંતલપુરના પારેશ્વર મહાદેવ મંદિરે ત્રીજા શ્રાવણ સોમવારે મહા આરતીનું ભવ્ય આયોજન
સાંતલપુર શ્રી પારેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર નિમિત્તે મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોલે બાબાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. સાંજના સમયે મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
મંદિરના મહંતશ્રી દ્વારા ભગવાન ભોળાનાથની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતી બાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંતલપુર ગ્રામજનો, યુવા મંડળ અને મંદિર સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
📲Get App