🔥 TRENDING Sikkim BJP raises concerns over touris... JUS Sets Up Newspaper Reading Corner o... Westland Books to Publish Sanjoy Hazar... Excessive Medical Claims Uncovered at... સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિ... મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર દશામા ની મૂર...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કામરેજમાં ખોલવડ ખાતે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે દશામાનું વિસર્જન

✍️ Reporter: Bharatbhai vekariya 🗓 22 Aug 2026, 07:04 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજના ખોલવડ ગામે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે ભક્તિભાવપૂર્વક દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે દશામાના વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. દશામાના વ્રતની પૂર્ણાહુતિ બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા.

શ્રદ્ધાળુઓએ ભક્તિભાવ અને આસ્થા સાથે દશામાની મૂર્તિઓનું તાપી નદીના પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે નદી કિનારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

સ્થાનિક તંત્ર દ્વારા વિસર્જન ઘાટ પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેથી શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે ધાર્મિક વિધિ સંપન્ન કરી શકે.
📲Get App