🔥 TRENDING સુરતમાં ફટાકડા વેચાણ અને ફોડવા પર કડક... बागपत में केस दर्ज, पुलिस बोली- प्रेम... ધાનપુર તાલુકાના ઉમરિયા ગામમાં ડુંગર ઉપ... પોલીસે ઉમરપાડા તાલુકા, ઉમરગોટ નજીક પિક... Usha Mangeshkar to Receive First Bhupe... સુરત ગ્રામ્યના કામરેજમાં સ્ટેટ મોનિટરિ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડામાં પોલીસ વિભાગની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ: નવી ટ્રાફિક કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન
Local

લુણાવાડામાં પોલીસ વિભાગની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ: નવી ટ્રાફિક કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન

✍️ Reporter: SAGAR PATEL 🗓 22 Aug 2026, 07:10 AM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે પોલીસની નવીન સુવિધાઓ અને કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના હસ્તે અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ખાતે પોલીસ વિભાગની વિવિધ વિકાસલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નવીન 'વાંસીયા ચોકી'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.

આ સાથે જ, ઐતિહાસિક રાઈફલ હાઉસનું રિનોવેશન કરી ત્યાં નવી જિલ્લા ટ્રાફિક પોલીસ કચેરી શરૂ કરવામાં આવી છે. આ ઐતિહાસિક ઈમારતને નવું સ્વરૂપ આપવાની પહેલને મહારાજા સિદ્ધરાજસિંહજીએ પણ બિરદાવી હતી. આ ઉપરાંત, પોલીસ પરિવારોની સુવિધા માટે એક 'દૂધ વેચાણ કેન્દ્ર'નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મહિલાઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ સ્ટેશનમાં અદ્યતન સવલતો ઉમેરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફીડિંગ રૂમ અને ઘોડિયાઘર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ નવી સુવિધાઓથી પોલીસ કર્મચારીઓ અને નાગરિકોને વધુ સારી સેવાઓ મળી રહેશે.
📲Get App