🔥 TRENDING સિદ્ધપુરમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંક... વડોદરામાં મંગલ પાંડે બ્રિજ પાસે વિશ્વા... Bus carrying 50 Maharashtra students h... Indore's Sayaji Hotel kitchens sealed... Madhya Pradesh Police Leaders Push for... Hindu groups surround Jahangirabad pol...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સુરતમાં બાળકીના મોત બાદ રાજ્યભરમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંખ: ૧૮૭ રેસ્ટોરેન્ટ્સ પર કાર્યવાહી

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 Aug 2026, 09:16 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતમાં ૫ વર્ષની બાળકીના મોત બાદ રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા વિભાગે સઘન ચેકિંગ હાથ ધરીને સેંકડો અખાદ્ય એકમો સામે કડક પગલાં લીધા છે.

સુરતમાં ૫ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યભરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૮૭ રેસ્ટોરેન્ટ્સમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર ૧૩૭ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ અને નડિયાદમાં પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ૬ રેસ્ટોરેન્ટ્સને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે ૪૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, ગંભીર બેદરકારી બદલ ૪ એકમોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ૨૪૩ હોટેલ અને ઢાબા પર કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં ૫૪૮ કિલો અખાદ્ય અને દૂષિત ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોનો ભંગ કરનાર ૧૨૮ એકમોને નોટિસ આપીને કુલ ૪.૪૩ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, તેમજ ૪૩ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક બંધ કરાવી દેવાયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App