🔥 TRENDING Rajasthan CET 2026 exams rescheduled d... Chief Minister Vijay expands school br... Silver price in Tamil Nadu on 22 Septe... Tamil Nadu CM Vijay joins schoolchildr... River‑cleaner Bittu Tabahi shifts focu... Thar‑riding youths assault cab driver...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડૂતોની પદયાત્રામાં ગેનીબેનનો સત્તા પરિવર્તનનો સંદેશ, ઠાકરશી રબારીએ OBC બચાવો આંદોલનની ચીમકી*

ખેડૂતોની પદયાત્રામાં ગેનીબેનનો સત્તા પરિવર્તનનો સંદેશ, ઠાકરશી રબારીએ OBC બચાવો આંદોલનની ચીમકી*

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 03 Aug 2026, 09:20 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને યોજાયેલી પદયાત્રા દરમિયાન બનાસકાંઠાના

*ખેડૂતોની પદયાત્રામાં ગેનીબેનનો સત્તા પરિવર્તનનો સંદેશ, ઠાકરશી રબારીએ OBC બચાવો આંદોલનની ચીમકી*


વાવ થરાદજિલ્લો

વાવ-થરાદ વિસ્તારમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને યોજાયેલી પદયાત્રા દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના અગ્રણી ઠાકરશી રબારીએ કરેલા નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે. બંને નેતાઓએ ખેડૂતો, મોંઘવારી, કૃષિ, પશુપાલન અને OBC સમાજના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા.
સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લોકશાહીમાં સમયાંતરે સત્તા પરિવર્તન થવું જરૂરી છે. તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં પાંચ વર્ષે સરકાર બદલાય છે છતાં ધર્મ કે હિન્દુત્વને કોઈ નુકસાન થતું નથી. તેમના મત મુજબ સત્તા પરિવર્તનથી ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે અને જનહિતના કાર્યોને વેગ મળે છે.
તેમણે ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અપનાવવાની સાથે પશુપાલનને વ્યવસાય તરીકે વિકસાવવાની અપીલ કરી હતી. બનાસકાંઠામાં દૂધ ઉત્પાદનની વિશાળ સંભાવનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખેતી અને પશુપાલન એકબીજાના પૂરક બની ખેડૂતોની આવકમાં વધારો કરી શકે છે.
મોંઘવારી, ડીઝલ-પેટ્રોલના વધતા ભાવ અને ખાતરના ખર્ચ અંગે પણ ગેનીબેને કેન્દ્ર સરકારને આડકતરી રીતે ઘેરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સરકાર દ્વારા ખેડૂતો માટે કરાયેલી દેવા માફી અને વ્યાજમુક્ત કૃષિ લોન યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હાલ ખેડૂતોને કરાયેલા વાયદાઓનો પૂરતો લાભ મળી રહ્યો નથી.
ગેનીબેને સમાજમાં ભાઈચારો જાળવવાની અપીલ કરતાં જણાવ્યું કે ચૂંટણી સમયે રાજકીય મતભેદ સ્વાભાવિક છે, પરંતુ બાકીના સમયમાં સમાજના હિત અને ખેડૂતોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવી જોઈએ.
કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીએ OBC સમાજ સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લેખિત પરીક્ષામાં સફળ થયેલા OBC ઉમેદવારોને પણ યોગ્ય ન્યાય મળતો નથી. OBC સમાજના અધિકારોની રક્ષા માટે હવે 'OBC બચાવો આંદોલન' શરૂ કરવાની જરૂર હોવાનું જણાવી તેમણે સરકાર સામે લડતનું બ્યુગલ ફૂંક્યું. હસમુખ પટેલ પર આડકતરા પ્રહાર કરતાં તેમણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો.
ખેડૂતોની પદયાત્રા દરમિયાન બંને નેતાઓના નિવેદનો બાદ વાવ-થરાદ સહિત સમગ્ર બનાસકાંઠાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસે ખેડૂતો અને OBC સમાજના પ્રશ્નોને લઈને સરકાર પર દબાણ વધારવાના સંકેતો આપતાં આગામી સમયમાં આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ
અમરતભાઈ ગોહિલ
📲Get App