education
Watch on:
▶️ YouTube
education
બારીયા કોલેજમાં વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારીયા માં તારીખ 25 ઓગસ્ટ 2026 ના રોજ વિદ્યાર્થીઓમાં નેતૃત્વની જવાબદારી અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના કરવામાં આવી.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન.ગોહિલ સાહેબ, ડૉ.એસ.આર. સિંગ સાહેબ ડૉ.સુરેશ સાહેબ વિદ્યાર્થી યુનિયન કોર્ડીનેટર ડૉ. હીરપરા સાહેબ, ડૉ.અનિતાબેન પટેલ તેમજ કોલેજના અધ્યાપક ગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચના અંતર્ગત જનરલ સેક્રેટરી (GS) તરીકે બારીયા રાધાબેન બલવંતભાઈ તથા એલ.આર. તરીકે બારીયા કપિલાબેન પ્રભાતસિંહની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓને સુચારુ રીતે સંચાલિત કરવા માટે રમતગમત મંત્રી,પ્રવાસ મંત્રી, સાંસ્કૃતિક મંત્રી,લાયબ્રેરી મંત્રી તેમજ અન્ય વિવિધ મંત્રીમંડળની પણ રચના કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ આ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રતિનિધિ મંડળની રચના દ્વારા વિદ્યાર્થીઓના નેતૃત્વની ભાવના,નિર્ણય લેવાની ક્ષમતા, જવાબદારી અને સહકારની ભાવના નો વિકાસ થાય છે.
કોલેજના આચાર્યશ્રી ડૉ .એમ.એન. ગોહિલ સાહેબ તેમજ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળના કોર્ડીનેટર ડૉ . હીરપરા સાહેબ તેમજ ડૉ. અનિતાબેન પટેલ તેમજ કોલેજના અધ્યાપકો એ વિદ્યાર્થીઓને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી અને કોલેજના શૈક્ષણિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અંગે પ્રેરણા આપી હતી. આમ આ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળની રચનાનો કાર્યક્રમ ઉત્સાહપૂર્વક અને સફળતાપૂર્વક સંપન્ન થયો.