સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત પે સેન્ટર કુમાર શાળા નં.-1, વિરમગામ ખાતે ભવ્ય રેલી યોજાઈ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા શિક્ષણ વિભાગ અનુસાર સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ,જાગૃતિ અને અભિરુચિ કેળવવાના હેતુથી પે સેન્ટર કુમાર શાળા નં.-1, વિરમગામ ખાતે આજે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર તથા વિદ્યાર્થીઓને સંસ્કૃત સાથે જોડતી વિવિધ પ્રવૃત્તિઓ યોજવા સૂચના આપવામાં આવી છે.
શાળામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા “સંસ્કૃત સપ્તાહ” વિષયક આકર્ષક ફલક તૈયાર કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના સુવિચારો,શ્લોકો તથા સંસ્કૃતના મહત્ત્વને દર્શાવતા સંદેશો સાથે રેલી યોજી હતી.રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સંદેશાત્મક ફલકો હાથમાં રાખી “સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર કરીએ” અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતા સંદેશાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ પૌરાણિક તથા સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ભાષાની પ્રાચીનતા,ભારતીય સંસ્કૃતિ સાથેનો તેનો સંબંધ અને આજના સમયમાં પણ સંસ્કૃત ભાષાના મહત્ત્વને ઉજાગર કરતી રજૂઆતો કરવામાં આવી હતી.
શાળાના વર્ગખંડમાં પણ સંસ્કૃત ભાષા અંગે વિશેષ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સંસ્કૃત વિષયને લગતા મોડેલ,પ્રતિકૃતિઓ, ફલકો તથા સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યે પોતાની રુચિ અને સર્જનાત્મકતા દર્શાવી હતી.
શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સંસ્કૃત માત્ર પ્રાચીન ભાષા જ નહીં પરંતુ ભારતીય જ્ઞાન,સંસ્કૃતિ અને પરંપરાનું મહત્વપૂર્ણ માધ્યમ છે તે અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી,શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની “સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન સાથે નવી પેઢીને સંસ્કૃત સાથે જોડવાનો” સંદેશ આપ્યો હતો.
“ભારતભૂષા સંસ્કૃતભાષા ।
જયતુ સંસ્કૃતં જયતુ ભારતમ્ ।”
આ સૂત્ર સાથે યોજાયેલી સંસ્કૃત સપ્તાહની ઉજવણી અને રેલીથી શાળા તથા આસપાસના વિસ્તારમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ