🔥 ट्रेंडिंग સુરતમાં તાપી નદીમાં ગણપતિ વિસર્જન વખતે... ખેડબ્રહ્માના પાટડીયા ગામના પ્રતિનિધિઓએ... नॉएडा बस अग्निकांड માંગરોળ તાલુકામાં દસ દિવસ બાદ શ્રીજીની... સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર... कमालगंज में भक्ति और परंपरा के साथ हुआ...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

education

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 25 सित. 2026, 09:28 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

education

દેવગઢ બારીઆની એસ.આર. હાઈસ્કૂલ ખાતે SVS કક્ષાની 'વિકસિત ભારત 2047' અને 'સેવા સુશાસન' વિષયક ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધા સંપન્ન
દેવગઢ બારીઆ:
સ્થાનિક એસ. આર. હાઈસ્કૂલ ખાતે આજરોજ SVS (શાળા વિકાસ સંકુલ) કક્ષાની 'વિકસિત ભારત 2047' અને 'સેવા સુશાસન' વિષય અંતર્ગત ભવ્ય ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને વાચા આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનો શાનદાર શુભારંભ ઈશ્વર સ્મરણ અને સુમધુર પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં દેવગઢ બારીઆ અને આસપાસની વિવિધ શાળાઓના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 70 જેટલા સ્પર્ધકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે મોટી સંખ્યામાં માર્ગદર્શક શિક્ષકો પણ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના ચિત્રો અને ધારદાર વક્તવ્ય દ્વારા 2047ના 'વિકસિત ભારત'નું સુંદર વિઝન રજૂ કર્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક મહાનુભાવોએ વિશેષ હાજરી આપી હતી. જેમાં દેવગઢ બારીઆ તાલુકાના BRC કો-ઓર્ડિનેટર શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપના સક્રિય અને લોકપ્રિય યુવા નેતા શ્રી હરીશભાઈ પટેલ, તેમજ દેવગઢ બારીઆ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર અને એસ. આર. હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેન્દ્રસિંહજી રાઉલજી તથા એસ. આર. હાઈસ્કૂલના આચાર્યશ્રી એમ આઈ અરબ સાહેબ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યનું સંચાલન શ્રી પી સી વરીઆ એ કર્યું હતું.
આ ઉપરાંત, દેવગઢ બારીઆના SDM સાહેબશ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) શ્રી ભરવાડ સાહેબે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્સાહમાં અનેકગણો વધારો કર્યો હતો. ઉપસ્થિત સૌ શિક્ષક માંથી નિર્ણાયક ગણ તરીકે આદર્શ ભૂમિકા ભજવી હતી.
એસ આર હાઈસ્કૂલ શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના પ્રિન્સિપાલ શ્રી એમ આઈ અરબ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યંત સુદ્રઢ રીતે કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને મહાનુભાવોની પ્રેરણાદાયક હાજરી સાથે આ શૈક્ષણિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App