🔥 TRENDING Special Indore‑Bihar Trains Run Today... Bihar Minister Says Major Projects to... Madhya Pradesh CM Mohan Yadav postpone... ભરૂચ તાલુકાની 77 ગ્રામ પંચાયતોમાં સરપં... રાજકોટમાં વધુ એક હત્યા! મોરબી રોડની વે... BPSC 72nd Exam 2026 Schedule Released,...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચ તાલુકાની 77 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 20 Nov 2026, 10:44 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ તાલુકાની મુદત પૂર્ણ થતી 77 ગ્રામ પંચાયતોમાં એસસી, એસટી અને ઓબીસી માટે સામાન્ય તથા મહિલા અનામત બેઠકોની ફાળવણી સાથે બિનઅનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે.

ભરૂચ તાલુકાની 77 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. મુદત પૂર્ણ થતી પંચાયતોમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટે સામાન્ય તથા મહિલા બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, સાથે જ બિનઅનામત (જનરલ) બેઠકોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

એસસી અનામત માટે સામાન્ય બેઠકોમાં પીપલીયા અને માંચ ગામો સામેલ છે, જ્યારે મહિલા બેઠકોમાં કુવાદર અને કેસરોલ ગામો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

એસટી અનામતમાં સામાન્ય બેઠકોમાં ત્રાલસી, સીમલીયા, કારેલા, ચોલાદ, અમલેશ્વર, ભરથાણા અને વડવા ગામો સમાવિષ્ટ છે. મહિલા બેઠકોમાં ભોલાવ, નંદેલાવ, હિંગલ્લા, કરગટ, બોરી, આમદડા, અડોલ, ડભાલી અને કુરલા ગામો સામેલ છે.

ઓબીસી અનામત માટે સામાન્ય બેઠકોમાં પાલેજ, પરીએજ, પારખેત, રહાડપોર, સામલોદ, શંખવાડ, સેગવા, શુકલતીર્થ અને સિંઘોત ગામો છે. મહિલા બેઠકોમાં બંબુસર, દયાદરા, મહેગામ, મનાડ, મંગલેશ્વર, નાંદ, નવેઠા, નિકોરા અને પગુથણ ગામો નિર્ધારિત છે.

બિનઅનામત (જનરલ) બેઠકોમાં સામાન્ય માટે કંબોલી, કંથારીયા, કરજણ, કરમાડ, કરમાલી, કાસવા, કિશનાડ, મદુધલા, વહાલુ, વાંસી, વરેડીયા, વેસદડા, શાહપુરા, શેરપુરા, ઠીકરીયા અને વડદલા ગામો અને મહિલા માટે ઉમરાજ, ઉપરાલી, અલદર, અંગારેશ્વર, ભાડભૂત, ભૂવા, ચાવજ, દહેગામ, દેરોલ, દેત્રાલ, એકસાલ, હલદરવા, હીંગલોટ, ઝંઘાર, ઝણોર, કાહાન ગામો સામેલ છે. કુલ 77 ગ્રામ પંચાયતોમાં 40 ગામોમાં એસસી, એસટી અને ઓબીસી અનામત બેઠકો ફાળવવામાં આવી છે. રોટેશન જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સરપંચ ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે.
📲Get App