🔥 TRENDING ધારી જોશી બાગમાં રાજા ગણપતી ઉત્સવમાં ભ... હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલમાં અદ્યત... Delhi police bust app‑based extortion... Artist Vipul’s Vibrant Paintings Revea... प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस... Four Armed Men Rob Jewelry Shop in Sin...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે ગુરુવારે સુરત શહેરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીના જાહેર જીવનમાં 25 વ

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 10:16 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાપી કિનારે 10 હજાર દીવડાની આરતી સુરતના નાનપુરા સ્થિત નાવડી ઓવારા ખાતે "આશીર્વાદનો દીવડો" કાર્યક્રમ અંતર્ગત તાપી માતાની ભવ્ય દીવડા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિત્તે ગુરુવારે સુરત શહેરમાં ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીના જાહેર જીવનમાં 25 વર્ષની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર ગુજરાતમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે સુરતમાં “આશીર્વાદનો દીવડો” કાર્યક્રમ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સામુહિક દીપ પ્રાગટ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઉજવણીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના નાનપુરા અને લિંબાયત વિસ્તારમાં કુલ 30 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

તાપી કિનારે 10 હજાર દીવડાની આરતી

સુરતના નાનપુરા સ્થિત નાવડી ઓવારા ખાતે "આશીર્વાદનો દીવડો" કાર્યક્રમ અંતર્ગત તાપી માતાની ભવ્ય દીવડા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં તાપી કિનારે 10,000 જેટલા દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ અદભુત નજારો જોવા અને વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આખો વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.
📲Get App