🔥 TRENDING ભારત સરકારનો મોટર વહીકલ એગ્રીગેટર નિયમ... India's July Exports Surge 19.63% to $... India's July Trade Deficit Hits Six-Mo... India Achieves 15% Export Growth in Fi... Sebastian Stan Turns 44: From Bucky Ba... Andy Cohen Spotted Displaying PDA with...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાબરકોટની 75.94 હેક્ટર જમીન અંગે સરકારના નિર્ણય બદલ આભાર અને અભિનંદન 🌿🦁

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Aug 2026, 05:22 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાબરકોટની 75.94 હેક્ટર જમીન અંગે સરકારના નિર્ણય બદલ આભાર અને અભિનંદન 🌿🦁

આજ રોજ બાબરકોટની 75.94 હેક્ટર જમીન અલ્ટ્રાટેક કંપનીને માઇનિંગ માટે ફાળવવાની મંજૂરી સરકારશ્રી દ્વારા રદ કરવામાં આવી, તે બદલ સરકારશ્રીના આ નિર્ણયની પ્રશંસા વ્યક્ત કરવા માટે રાજુલા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીને આભાર પત્ર અર્પણ કરી મોઢું મીઠું કરવામાં આવ્યું.

ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
વનમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા Pccf જયપાલસિંહ નો હૃદય પૂર્વક નો આભાર

બાબરકોટની કુદરતી ધરોહર, જંગલ, વન્યજીવન અને પર્યાવરણના રક્ષણ માટે લેવાયેલો આ નિર્ણય નિશ્ચિતપણે પ્રકૃતિ અને વન્યજીવનના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ પ્રસંગે ઉપસ્થિત રહી સહયોગ આપનાર:

🌿 રાજુલાના પર્યાવરણપ્રેમી શ્રી વિપુલભાઈ લહેરી પૂર્વ માનદ્ વાઈલ્ડ લાઈફ વોર્ડન
🌿 બાબરકોટના સરપંચશ્રી શ્રી અનકભાઈ
🌿 ભેરાઈ ગામના શ્રી ચેતનભાઈ વ્યાસ
🌿 શ્રી હરસુરભાઈ રામ
સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરના ભૂમિદાતા
🌿 ગુજરાત નેચર NGO ફોરમ તરફથી શ્રી વિક્રમભાઈ ગઢવી, શ્રી હર્ષદભાઈ રાવલિયા અને શ્રી મલયભાઈ બારોટ
ઘારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી અંબરીશભાઈ ડેર
મનુભાઈ ઘાખડા બિપીનભાઈ લહેરી આણદુભાઈ ઘાખડા ડો.રાજુભાઈ જાની કથડભાઈ રામ ભેરાઈ ગામ અને બાબરકોટના તમામ ગ્રામજનો, પત્રકારશ્રીઓ, મીડિયા કર્મીઓ, ગુજરાતની તમામ પર્યાવરણ અને વન્યજીવન સંસ્થાઓ તથા સમગ્ર ગુજરાતના પર્યાવરણપ્રેમી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.

આ લડાઈ કોઈ વ્યક્તિ કે સંસ્થા માટે નહોતી; આ લડાઈ આપણી કુદરત, જંગલ, વન્યજીવન અને આવનારી પેઢીના હિત માટે હતી.

સરકારશ્રી દ્વારા બાબરકોટની 75.94 હેક્ટર જમીન અંગે લેવાયેલો આ નિર્ણય પર્યાવરણપ્રેમીઓ માટે આશાનું અને વિશ્વાસનું પ્રતીક છે.

બાબરકોટ બચ્યું — પ્રકૃતિ જીતી 🌿🦁
જંગલ બચાવો • વન્યજીવન બચાવો • પર્યાવરણ બચાવો

🙏 તમામ સહયોગી મિત્રોનો હૃદયપૂર્વક આભાર.
📲Get App