🔥 TRENDING Ramdevpir Yuvak Akhyan Mandal એ Fataji... संविधान दिवस पर पुलिसकर्मियों ने ली रा... तमाड़ में धूमधाम से मनाया गया संविधान... ஸ்ரீ மணக்குள விநாயகர் மருத்துவக் கல்லூ... भाजपा अनुसूचित जनजाति मोर्चा कानपुर-बु... हाजीपुर में महिला सब-इंस्पेक्टर को रिश...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસ સ્ટેશન દ્વારા 7 ચોરાયેલા મોબાઇલ ફોનની પરત, કુલ મૂલ્ય ₹85,800..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 09:49 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ ચોરી અને ગુમ થયેલ 7 મોબાઇલ ફોન,કુલ મૂલ્ય ₹85,800, પુનઃપ્રાપ્ત કરી જનતાને પરત કર્યા..

સાબરકાંઠામાં-:
આજે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમના ભાગરૂપે ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ચોરી અને ગુમ થયેલ મોબાઇલ ફોનની પરત આપવાની કામગીરી પૂર્ણ થઈ.ખેડબ્રહમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી તપાસમાં કુલ 7 મોબાઇલ ફોન મળી,જેનું કુલ મૂલ્ય રૂ. 85,800 હતું.આ ફોનો ગુમ થયેલ અને ચોરાયેલ તરીકે અર્ઝદારો દ્વારા નોંધાયા હતા અને હવે અધિકારી અને કર્માચારીઓ દ્વારા પુનઃપ્રાપ્ત કરીને તેમની પાસે પરત કરવામાં આવ્યા..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન સાધુ,વુમેન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નુતાબેન અરવિંદભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઇ,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ શાલીનીબેન નટવરભાઈ, આસિસ્ટન્ટ લોકરકક્ષક હિતેષકુમાર ભીખાભાઇ,IT એકક્ષપટૅ રોહનસિંહ પ્રવિણસિંહનો મહત્વપૂર્ણ યોગદાન રહેલ છે.પોલીસ અધિકારી અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને સ્થાનિક જનતા તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને આ પ્રકારની પહેલો દ્વારા જાહેર વિશ્વાસમાં વધારો થાય છે.
📲Get App