🔥 ट्रेंडिंग टीएमसी के ममता समूह ने फुटबॉल खिलाड़ी... जमुई में उत्पीड़न मामले में तीन गिरफ्त... बिहार उत्पीड़न मामले में तीन गिरफ्तार,... बिहार मंत्री ने 'अलग‑थलग घटनाएं होती ह... महाराष्ट्र डिस्कॉम ने ओरियाना पावर को... महाराष्ट्र एफडीए ने सुलेमान उस्मान मिठ...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદમાં ગેરકાયદેસર કોડીનયુક્ત કફ સિરપની 5,050 બોટલોની જપ્તી, પ્રામા હેલ્થકેરના ડ્રગ્સ લાયસન્સ રદ
अपराध

અમદાવાદમાં ગેરકાયદેસર કોડીનયુક્ત કફ સિરપની 5,050 બોટલોની જપ્તી, પ્રામા હેલ્થકેરના ડ્રગ્સ લાયસન્સ રદ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 सित. 2026, 02:17 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 08/08/2026ના રોજ 5,050 બોટલો ગેરકાયદેસર કફ સિરપ જપ્ત કરવામાં આવી અને પ્રામા હેલ્થકેરના બે ડ્રગ્સ લાયસન્સ રદ કરવામાં આવ્યા.

અમદાવાદ શહેર પોલીસ, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 08/08/2026ના રોજ લાલ દરવાજા, રીલીફ રોડ ખાતે આવેલ ગુજરાત પોસ્ટ ઓફિસના ડિલિવરી સેન્ટર વિભાગમાંથી આરએક્સ ટ્રિપ્રોલિડિન હાઇડ્રોક્લોરાઇડ અને કોડિન ફોસ્ફેટ ધરાવતી ગેરકાયદેસર કફ સિરપની સીલબંધ 5,050 બોટલો, કુલ કિંમત રૂ. 59,41,325/- સાથે જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહી ગુ.ર.નં. 11191011260244/2026 હેઠળ, એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 21(સી) અને 29 મુજબ કરવામાં આવી.

તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કફ સિરપનો જથ્થો મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું અને તેમની ડ્રગ્સ લાયસન્સ નં. 20B-GJ-AD2-255783 અને 21B-GJ-AD2-255784 સંબંધિત સહાયક કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમદાવાદ વિભાગ‑૨ને અહેવાલ પાઠવવામાં આવ્યો. અહેવાલના આધારે પ્રામા હેલ્થકેરના ઉપરોક્ત બે ડ્રગ્સ લાયસન્સ રદ કરવામાં આવ્યા.

અમદાવાદ શહેર પોલીસનું નિવેદન છે કે નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ અને વિતરણ સામે શૂન્ય સહનશક્તિ નીતિ હેઠળ કડક અને કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે.
📲Get App