Crime
સુરત ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષ જૂના ચકચારી કેસમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડ્યો
સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ટોપ-16 વોન્ટેડ આરોપીઓમાં રહેલા મિથિલેશ મેનેજરસીંગ ભૂમિહારને, ઝારખંડના નક્સલગ્રસ્ત વિસ્તારમાં પોસ્ટમેનનો વેશ ધારણ કરીને પકડવામાં આવ્યા.
25 વર્ષ અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં પેટ્રોલપંપ મેનેજર પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવવાના ચકચારી કેસમાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી મિથિલેશ મેનેજરસીંગ ભૂમિહાર (ઉં.વ. 47)ને સુરત ક્રાઈમ બ્રાન્ચની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમે ઝડપી પાડ્યો.
સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ટોપ-16 વોન્ટેડ આરોપીઓની યાદીમાં સામેલ અને ₹20,000નું રોકડ ઇનામ ધરાવતા આ આરોપીને પકડવા માટે પોલીસે ઝારખંડના અતિ સંવેદનશીલ નક્સલગ્રસ્ત વિસ્તારમાં પોસ્ટમેનનો વેશ ધારણ કરવો પડ્યો હતો.
પીસીબી પીઆઈ આર.એસ. સુવેરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ હસમુખભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી મિથિલેશ મેનેજરસીંગ ભૂમિહાર ઝારખંડના પલામુ જિલ્લાના પાંકી બ્લોક સ્થિત પીપરાહટ પોલીસ સ્ટેશન વિસ્તારના સીરમ (ટોલા) ગામમાં છુપાયેલો છે.
આ વિસ્તાર અતિ જોખમી અને નક્સલાઈટ ગતિવિધિઓથી સંકળાયેલો હોવાથી પોલીસ તરીકે ઓળખ છતી કરીને દરોડો પાડવો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતો. તેથી પીસીબીની ટીમે ફિલ્મી ઢબે પોસ્ટમેનનો સ્વાંગ રચ્યો, હાથમાં ટપાલના થેલા રાખી અને સ્થાનિકોને કવર આપવાના બહાને સરનામું પૂછતાં પૂછતાં પોલીસ આરોપીના ઘર સુધી પહોંચી ગઈ અને કોર્ડન કરીને તેને ઝડપી લીધો.