🔥 ट्रेंडिंग बिलिमोरा में प्लास्टिक होलसेल दुकान मे... प्रधानमंत्री नरेंद्र मोदी कल गुजरात की... बिना महिलाओं के बढ़ते पुरुष छठव्रती, स... भोपाल में हड़ताल के बाद 2,500 टन कचरा... भाजपा ब्लॉक नं14 के फतेहगढ़ सदस्य ने आ... સુરેન્દ્રનગર મર્ડર
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ જિલ્લાની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 07 नव. 2026, 10:50 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ દરમિયાન ઇમરજન્સી કોલમાં વધારો થવાની સંભાવનાને પગલે 108ની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં 66 એમ્બ્યુલન્સ અને અંદાજે 250 કર્મચારીઓ 24 કલાક ખડેપગે રહીને નાગરિકોને તાત્કાલિક તબીબી સેવા પૂરી પાડશે.
ઇમરજન્સી કોલમાં થશે વધારો
108ના રાજકોટ પ્રોગ્રામ મેનેજર જયેશ કરેણા અને યોગેશ જાનીએ જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં રાજકોટ જિલ્લામાં સરેરાશ 281 ઇમરજન્સી કોલ નોંધાય છે.
દિવાળીના દિવસે અંદાજે 328 કોલ આવવાની શક્યતા.
નૂતન વર્ષના દિવસે અંદાજે 304 કોલ.
ભાઈબીજના દિવસે અંદાજે 317 કોલ આવવાની સંભાવના.
ટ્રોમા કેસમાં 140 ટકા સુધીનો વધારો થવાની શક્યતા
આંકડાકીય વિશ્લેષણ મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ ટ્રોમા સંબંધિત કેસોમાં દિવાળીના દિવસે 88.24 ટકા, નૂતન વર્ષના દિવસે 140.87 ટકા અને ભાઈબીજના દિવસે 57.28 ટકાનો વધારો થવાની સંભાવના છે.
108 દ્વારા ખાસ તૈયારીઓ
તમામ એમ્બ્યુલન્સનું અગાઉથી સર્વિસિંગ અને મેન્ટેનન્સ.
દવાઓ અને મેડિકલ સાધનોનો પૂરતો જથ્થો.
મુખ્ય હોસ્પિટલ ખાતે ફિલ્ડ અને સુપરવાઇઝરી સ્ટાફની તૈનાતી.
સ્ટેન્ડબાય સપોર્ટ ટીમોની વ્યવસ્થા.
📲Get App