🔥 TRENDING পশ্চিমবঙ্গ বিধানসভার স্পিকার রথীন্দ্র... തിയേറ്ററിൽ തീപ്പിടുത്തം; കത്തിനശിച്ചു Jatara ग्राम पंचायत मुंडिया में सुरेश बैरवा क... FATF Report Details India's Rescue of... Bengaluru Man Kills Daughter's Boyfrie...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેટેલાઈટમાં વૃદ્ધના બેંક ખાતામાંથી UPI મારફતે ₹3.47 લાખ ઉપડી ગયા
Local

સેટેલાઈટમાં વૃદ્ધના બેંક ખાતામાંથી UPI મારફતે ₹3.47 લાખ ઉપડી ગયા

✍️ Reporter: Semil Lakhani 🗓 31 Aug 2026, 08:12 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

6 સાયબર ક્રાઇમના બનાવોમાં કુલ ₹11.93 લાખની છેતરપિંડી

અમદાવાદ: શહેરમાં સાયબર ઠગાઈના અલગ-અલગ બનાવોમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાયા છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધના બેંક ખાતામાંથી UPI મારફતે ₹3.47 લાખ ઉપડી જતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

બેંકના SMSથી છેતરપિંડીનો ખુલાસો

સેટેલાઈટના નિવૃત્ત બેંક કર્મચારીના મોબાઇલ પર બેંકના SMS આવ્યા બાદ ખાતામાંથી રકમ ઉપડી ગયાની જાણ થઈ હતી. તપાસ કરતાં અલગ-અલગ UPI ટ્રાન્ઝેક્શન મારફતે રકમ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું.

OLX, ગૂગલ અને ફેક લિંકથી પણ છેતરપિંડી

શહેરમાં અન્ય બનાવોમાં OLX પર કાર વેચાણ, ગૂગલ પેના ખોટા મેસેજ, ગેસ બિલ અપડેટ અને ફેક લિંક મારફતે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સામાં મોબાઇલ નંબર અને બેંકની માહિતી મેળવીને ખાતામાંથી રકમ ઉપાડી લેવામાં આવી હતી.

6 બનાવોમાં ₹11.93 લાખની મતા ગઈ

સાયબર ક્રાઇમમાં નોંધાયેલા કુલ 6 બનાવોમાં આશરે ₹11.93 લાખની છેતરપિંડી સામે આવી છે. પોલીસ દ્વારા અલગ-અલગ ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

અજાણ્યા લિંક અને OTPથી સાવધાન રહેવાની અપીલ

સાયબર નિષ્ણાતો દ્વારા અજાણી લિંક પર ક્લિક ન કરવા, OTP અથવા PIN કોઈને ન આપવા અને બેંક સંબંધિત માહિતી ફોન પર શેર ન કરવાની સલાહ આપવામાં આવી છે.
📲Get App