🔥 ट्रेंडिंग ભાવનગર એ.સી.બી. દ્વારા મીતુલભાઈ જગદીશભ... રાજકોટના માંડાડુંગરમાં નકલી નોટો છાપતા... ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਦੇ ਸਰਹਾਲਾ ਕਲਾਂ ਵਿੱਚ ਨਸ਼ਾ ਤਸ... भाणवड़ तपोवन के बच्चों ने 551 किमी साइ... मेघालय सीएम ने बी. बी. लिंघदो मेमोरियल... 🚨🔥 अमेठी में वोटर लिस्ट पर महाबवाल!...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નવરાત્રિમાં ફરજ પર TRB જવાનોના બાકી વેતન માટે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 अक्टू. 2026, 08:47 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હ્યુમન રાઇટ્સ ફેડરેશનના પ્રમુખ મહેન્દ્ર આયલાણીએ TRB જવાનોના બાકી વેતન અને વધારાના કલાકના મહેનતાણા અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી છે, જેના પરિણામે રાજકોટ પોલીસ કમિશનરને તપાસ અને યોગ્ય કાર્યવાહીના આદેશો જારી કરવામાં આવ્યા છે..

ગુજરાત રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના હિત, સુરક્ષા અને ન્યાયી અધિકારો માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણી દ્વારા મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સમક્ષ એક ગંભીર રજૂઆત કરવામાં આવી છે.તહેવારોની મોસમમાં જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સાહમાં હોય છે,ત્યારે TRB જવાનો પોતાની ફરજ અડગ રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા હોય છે.આ સંદર્ભે આયલાણીએ જણાવ્યું હતું કે નવરાત્રિ જેવા મુખ્ય તહેવારો દરમિયાન પણ TRB જવાનોના નિયમિત પગાર કે માનદ વેતન સમયસર જમા થતા નથી,જેના કારણે કર્મચારીઓની આર્થિક સ્થિતિ દયનીય બને છે અને તેઓ પોતાના પરિવાર સાથે તહેવારો ઉજવવામાં મુશ્કેલી અનુભવે છે.આ ઉપરાંત તહેવારો કે વિશેષ પ્રસંગોમાં TRB જવાનોની દૈનિક ફરજના કલાકોમાં વધારો કરવામાં આવે છે..

પરંતુ આ વધારાના કલાકો માટે વધારાનું મહેનતાણું કે વળતર ચૂકવવા અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા કે નીતિ હોવાથી જવાનોમાં અસંતોષ પ્રવર્તે છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર પાસે એવી ભારપૂર્વક અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે, TRB જવાનો પ્રત્યે માનવીય અભિગમ અપનાવીને તહેવારો પહેલાં જ તમામ બાકી નાણાં અને વેતનની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે તથા વધારાના ફરજના કલાકો માટે પારદર્શક માર્ગદર્શિકા વહેલી તકે જાહેર કરવામાં આવે.આ ગંભીર મામલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઈને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (વહીવટ) અને પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, રાજકોટ શહેરને આદેશો જારી કરવામાં આવ્યા છે.આદેશોમાં જરૂરી તપાસ કરી ઓનલાઈન જવાબ અપલોડ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.
📲Get App