🔥 TRENDING સુરતમાં પાર્લે પોઈન્ટમાં મસ્કતી સોસાયટ... સુરતમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટે... સુરતમાં પ્લોટ વેલિડેશન પ્રક્રિયામાં ઝો... પશ્ચિમ રેલવેએ દિવાળી-છઠ પૂજા માટે અનરિ... સુરતના પુણામાં રાત્રે ઘરના દરવાજા ખખડા... સુરતના નાના વરાછામાં ધોળા દિવસે કારમાં...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભાવનગર એ.સી.બી. દ્વારા મીતુલભાઈ જગદીશભાઈ પાનસીણીયાને લાંચ લેનાર તરીકે પકડાયા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Oct 2026, 10:22 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (બાડા)માં લાંચ લેતા આરોપી મીતુલભાઈ જગદીશભાઈ પાનસીણીયાને એ.સી.બી. દ્વારા સફળ ટ્રેપમાં પકડવામાં આવ્યા..

27 ઓક્ટોબર 2026 ના રોજ ભાવનગર એ.સી.બી. દ્વારા મીતુલભાઈ જગદીશભાઈ પાનસીણીયાને, ભાવનગર એરીયા ડેવલોપમેન્ટ ઓથોરીટી (બાડા)ના પ્લાનિંગ આસિસ્ટન્ટ (આઉટસોર્સ) તરીકે લાંચ લેવાના આરોપમાં પકડવામાં આવ્યા.

તેમણે શંપરાસિદસર ગામની સીમામાં આવેલ બીનખેતી જમીન માટેનો પ્લાન મંજૂર કરાવવા માટે ફરિયાદી સાથે 1.5 વર્ષથી પ્રક્રિયા કરી હતી. ફરિયાદીએ રૂ.15,00,000/- ની માંગણી કરી, જેમાંથી રૂ.12,00,000/- આપવાનું નક્કી થયું, પરંતુ રૂ.9,00,000/- લાંચ આપવાની ઇચ્છા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરીને ફરિયાદ કરી.આ ફરિયાદના આધારે એ.સી.બી.એ લાંચની છટકાની યોજના બનાવી. છટકાની પ્રક્રિયા દરમિયાન રૂ.9,00,000/- ની માંગણી કરી અને સ્વીકારી, જે સ્થળ પર પકડાઈ અને લાંચની રકમ પુનઃપ્રાપ્ત કરવામાં આવી.

આ આરોપીનું પદનો દુરૂપયોગ અને લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. લાંચની રકમ રૂ.9,00,000/- પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે.આ કામગીરીમાં ટી.એસ.રીઝવી પોલીસ ઇન્સ્પેક્ટર, ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન અને મદદનીશ નિયામક ભાવનગર એકમની કચેરીનો સ્ટાફ સામેલ હતો.
📲Get App