Local
ચોટીલા થાન સર્કલ પર ST બસની અયોગ્ય ઊભી રાખવાથી ભારે ટ્રાફિક જામ
ચોટીલા શહેરમાં થાન ત્રણ રસ્તા સર્કલ પર ST બસ રસ્તાની વચ્ચે ઊભી રાખવાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો, સ્થાનિકોએ ST વિભાગ પાસે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી.
ચોટીલા શહેરમાં થાન ત્રણ રસ્તા સર્કલ પર ST બસ રસ્તાની વચ્ચે ઊભી રાખવાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો. ચોટીલા ડેપોની ચોટીલા-થાન રૂટની ST બસ ત્રણ રસ્તા સર્કલ પર ઊભી હતી, જેના ડ્રાઈવરનું નામ મનસુખ હતું.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સર્કલ પર એક ફોર-વ્હીલર ઊભું હોવા છતાં બસ પસાર થઈ શકે તેટલી જગ્યા હતી. તેમ છતાં બસ રસ્તાની વચ્ચે ઊભી રાખી એન્જિન બંધ કરી દેવામાં આવતા વાહનવ્યવહારને અસર થઈ અને થોડી જ વારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી.
ચોટીલા ધાર્મિક અને પ્રવાસન સ્થળ હોવાથી અહીં સતત વાહનોની અવરજવર રહે છે. વ્યસ્ત થાનગઢ રસ્તા સર્કલ પર બસ આ રીતે ઊભી રાખવાથી વાહનચાલકો અને મુસાફરોને હાલાકી પડી, અને સ્થાનિકોએ આક્ષેપો કર્યા.
ઘંટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. લોકો દ્વારા ST વિભાગ પાસે સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.