🔥 TRENDING IT Engineer Arrested in Amaravati for... Murder Suspect on Bail Arrested with H... Gujarat Couple Drowns Newborn Daughter... Youth Beheads Minor Girlfriend, Dies i... Raipur Traffic Accident Claims Life of... Idol Fire on Indore-Aidalabad Highway...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા SOG દ્વારા ચોરી, ઘરફોડ અને લૂંટના ૧૦ ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
Crime

સાબરકાંઠા SOG દ્વારા ચોરી, ઘરફોડ અને લૂંટના ૧૦ ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Aug 2026, 03:24 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાની SOG ટીમે ચોરી, ઘરફોડ અને લૂંટના કુલ ૧૦ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જરને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનો રહેવાસી છે.

સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પાલનમાં, સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SOG સ્ટાફે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપી સુખદેવ ઉર્ફે સુરજ ઉદારામ ગુર્જર (ઉંમર ૨૫) ને હિંમતનગર બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો છે.

આરોપી સુખદેવ ઉર્ફે સુરજ છેલ્લા ચાર વર્ષથી સાબરકાંઠા જિલ્લાના જાદર, ઇડર, વડાલી પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી, ઘરફોડ અને લૂંટના કુલ ૧૦ ગુનાઓમાં વોન્ટેડ હતો. તેની ધરપકડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ મોટો છે. તે વાંકાનેર સિટી, ચોટીલા, લખતર પોલીસ સ્ટેશન (સુરેન્દ્રનગર) અને રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોતાન પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનાઓમાં સામેલ રહ્યો છે. તેની સામે ચોરી, ઘરફોડ, લૂંટ, ઇલેક્ટ્રીસીટી એક્ટ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ SOG PI શ્રી એ.એમ.વાળા, PSI શ્રી કે.યુ.ચૌધરી અને PSI શ્રી પી.એમ.ઝાલાની ટીમે આ સફળ કાર્યવાહી પાર પાડી છે. આ કાર્યવાહીમાં HC વિક્રમસિંહ સોલંકી, HC પ્રકાશકુમાર, PC અનિરૂધ્ધસિંહ, HC વિક્રમસિંહ પરમાર, PC કલ્પેશકુમાર, PC દિપકસિંહ, ASI અનિરૂધ્ધસિંહ, HC રાજેશભાઇ, PC ગોપાલભાઇ અને DHC દશરથભાઇ સહિતના કર્મચારીઓનો સહયોગ રહ્યો.
📲Get App