स्थानीय
અમરેલીમાં નકલી ખાતરનું મસમોટું કૌભાંડ: SOGએ લાલ આંખ કરી
અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામમાં ‘નીરી એગ્રી પ્રોડક્ટ કંપની’માં નકલી ખાતરનું ઉત્પાદન અને વેચાણ ખુલ્યું, SOGએ દરોડો પાડ્યો અને રૂ. 16,74,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
અમરેલી SOGએ ખેડૂતો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે લાલ આંખ કરી. પીપળલગ રોડ પર આવેલી ‘નીરી એગ્રી પ્રોડક્ટ કંપની’માં દરોડો પાડ્યો અને તપાસમાં હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ બ્રાન્ડેડ કંપની IFFCO અને ગુજરાત સરદાર ફર્ટિલાઈઝરની ખાલી બેગોમાં પેક કરીને અસલી ખાતરના નામે વેચાતું હોવાનું જાણવા મળ્યું.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે ફેક્ટરીમાં હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ લાવીને તેને બ્રાન્ડેડ કંપની IFFCO અને ગુજરાત સરદાર ફર્ટિલાઈઝરની ખાલી બેગોમાં પેક કરીને અસલી ખાતરના નામે બજારમાં વેચવામાં આવતું હતું.
SOG ટીમે સ્થળ પરથી કુલ રૂ. 16,74,900 નો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં 50 બેગ એમોનિયમ સલ્ફેટ, 25 બેગ POLYHALITE, 5600 નંગ ખાલી બ્રાન્ડેડ બેગ અને ખાતર મિક્સ કરવાની 3 મશીનરીનો સમાવેશ થાય છે.
મુખ્ય આરોપી હાલ ફરાર છે અને પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખેડૂતોને અપીલ છે કે ખાતર ખરીદતી વખતે બિલ અને બ્રાન્ડની ખરાઈ ચોક્કસ કરે.