Crime
નવસારીમાં SMC દ્વારા વિદેશી દારૂની 120 પેટીઓ સાથે બે શખ્સોની ધરપકડ
Watch on:
▶️ YouTube
ગણદેવી ખારેલ નજીક નવા એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂ અને બીયરની 120 પેટીઓ સાથે બે શખ્સોને પકડ્યાં છે. પોલીસે કુલ રૂ. 21,84,476નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવીમાં ખારેલ નજીક નવા એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વિદેશી દારૂ અને બીયરની આશરે 120 પેટીઓ સાથે બે શખ્સોને પકડ્યા. દારૂની કિંમત રૂ. 13,28,976 છે. પોલીસે કુલ રૂ. 21,84,476નો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં કુલ 4,224 બોટલો હતી. પોલીસે બે વાહન, ચાર મોબાઇલ ફોન, રોકડ અને અન્ય સામાન પણ જપ્ત કર્યો
.
આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં 02/11/2026ના રોજ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે અચલારામ ઉર્ફે અશોક જોગારામ મનમોડા અને મોહન સદરામ બિશ્નોઇની ધરપકડ કરી છે.
આ કેસમાં સાગર દશરથ ભીસે (પાટીલ), ધીરેન ઉર્ફે પીન્ટુ બાલકૃષ્ણ દલાલ અને ગોપીચંદ ઉર્ફે ગોપાલ બિશ્નોઇ સહિત આઠ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. તેમાં વાહનોના માલિકો, દમણથી દારૂ લાવનાર અને સુરતમાં દારૂ મંગાવનાર લોકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, દારૂ ગુજરાતમાં લાવવા માટે હાઇવે અને નવા એક્સપ્રેસ-વેનો ઉપયોગ થતો હતો. અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા અને નેટવર્કની તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.