🔥 TRENDING 108 NICU એમ્બ્યુલન્સે બચાવ્યો નવજાતનો... PM Modi Charts Path to a 'New India' w... Assam Boosts Pygmy Hog Numbers from 6... Jharkhand, Australia Explore Cooperati... Jharkhand Prepares for Four-Day Rain a... Central University of Jharkhand Opens...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Technology

વડાપ્રધાન મોદીના ૭૬મા જન્મદિવસે ભારતને મોટી ભેટ: ગ્રેટર નોઇડા ખાતે 'SEMICON India 2026' નું ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 17 Sep 2026, 01:22 PM 👁 9
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૬મા જન્મદિવસ પર ગ્રેટર નોઇડાના યશોભૂમિ ખાતે 'SEMICON India 2026' પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું, જે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ અને ટેક નિષ્ણાતોને એકત્ર કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૬મા જન્મદિવસ પર ગ્રેટર નોઇડાના યશોભૂમિ ખાતે 'SEMICON India 2026' પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું, જે વિશ્વભરની અગ્રણી સેમિકન્ડક્ટર કંપનીઓ, સિસ્ટમ ડિઝાઇનર્સ અને ટેકનોલોજી નિષ્ણાતોને એકત્ર કરે છે.

ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાનોએ જણાવ્યું કે ભારતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આપણો ધ્યેય ચિપ મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇનિંગનું વૈશ્વિક હબ બનાવવાનો છે. તેમણે વૈશ્વિક રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા માટે આહવાન કર્યું અને ખાતરી આપી કે સરકાર તમામ જરૂરી સપોર્ટ અને સબસીડી આપવા પ્રતિબદ્ધ છે.

પીએમ મોદીના જન્મદિવસને વિશેષ બનાવવા માટે ભાજપ અને સમગ્ર NDA ગઠબંધન દ્વારા દેશભરમાં 'સેવા પખવાડિયા'ની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત આજે વડાપ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તમામ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાશે, જેમાં આગામી વિકાસ કાર્યો અને સંગઠનની રૂપરેખા પર ચર્ચા થશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશ-વિદેશના અગ્રણી નેતાઓએ વડાપ્રધાનને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી.
📲Get App