🔥 TRENDING અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના અમૃત... Committed to working with dedication f... Committed to working with dedication f... হুগলিতে খাবারে ভেজাল ও ক্যান্সারের ঝুঁ... শ্রমিক কর্মসংস্থান, বাজি ফাটানো সীমা,... Ramayana crosses ₹65 crore on opening...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસ નાં કામો

✍️ Reporter: Vijay Ramachandra Radiya 🗓 06 Nov 2026, 05:47 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*જાળીયા ગામે ₹33.31 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત, વિકાસની હરણફાળથી ગામમાં ખુશીનો માહોલ*


*જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દેદારો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ, ગામના સર્વાંગી વિકાસ માટે સૌએ વ્યક્ત કરી કટિબદ્ધતા*

રાજકોટ તાલુકાના જાળીયા ગામે આજે વિકાસનો નવો અધ્યાય લખાયો. ગામમાં કુલ ₹33.31 લાખના ખર્ચે વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ભવ્ય કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સુમિતાબેન ચાવડા, પ્રતિનિધિ શ્રી રાજાભાઈ ચાવડા, રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી મયુરીબેન રાઠોડ, પ્રતિનિધિ શ્રી ધનરાજભાઈ રાઠોડ, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી જે.કે. પીપળીયા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી હિતેશભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગ્રામ પંચાયત સરપંચ શ્રી શૈલેષભાઈ મોરાણીયા, ગ્રામ પંચાયત ઉપ-સરપંચ પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ ઉંધાડ, ગ્રામ પંચાયત ન્યાય સમિતિ ચેરમેન શ્રી કુસુમબેન ચાવડા, શ્રી સૂર્યદીપભાઈ રાઠોડ, ગામના આગેવાનો શ્રી મોહનભાઈ પીપળીયા, શ્રી નરશીભાઈ કેરાળીયા, શ્રી છગનભાઈ શિંગાળા, શ્રી રણછોડભાઈ પીપળીયા, શ્રી નાથાભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, જાળીયા ગામના વિકાસ માટે રસ્તા, પાણી, ગટર, લાઈટ સહિતની પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ₹33.31 લાખના કામો પૂર્ણ થતા ગામની સુખ-સુવિધામાં મોટો વધારો થશે અને ગામજનોનું જીવનધોરણ વધુ ઊંચું આવશે.

અંતે સરપંચશ્રીએ ઉપસ્થિત સૌ મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર માન્યો હતો અને ગામને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવા સૌને સાથે મળીને કામ કરવાનો અનુરોધ કર્યો હતો.






અહેવાલ વિજય રાડીયા ઉપલેટા
📲Get App