🔥 TRENDING Rain and Thundershowers Expected Acros... Jammu Kashmir Govt Appoints 29 DySPs T... MeT Forecasts Rain and Thunderstorms A... नाचना में विकसित भारत जन सेवा अभियान क... Offline Music Events Fuel New Artist D... Qazi Touqeer claims no credit for ‘Afg...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Sarkari karmchari

✍️ Reporter: Sabir Haji 🗓 12 Sep 2026, 03:28 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

રૂપેણ બંદર/દ્વારકા:
રૂપેણ બંદર ખાતે બોટોના સ્થળ નિરીક્ષણ (Inspection) માટે મૌખિક હુકમ કરવામાં આવ્યો હોવા છતાં મત્સ્યોદ્યોગ વિભાગ કે ઓખા-વેરાવળ કચેરી તરફથી કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થળ પર ન પહોંચતાં બોટ માલિકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે.
મળેલી માહિતી અનુસાર, ગત તારીખ ૦૭/૦૯/૨૦૨૬ના રોજ વેરાવળ કચેરી ખાતે RTI અપીલની સુનાવણી દરમિયાન મત્સ્યોદ્યોગ વિભાગના નાયબ નિયામક દ્વારા બુધવાર, તારીખ ૦૯/૦૯/૨૦૨૬ના રોજ રૂપેણ બંદર ખાતે આવેલી અંદાજે ૪૦૦થી ૫૦૦ બોટોનું સ્થળ નિરીક્ષણ કરવાનો મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો.
આ આદેશના પગલે રૂપેણ બંદરના તમામ ૪૦૦ થી ૫૦૦ બોટ માલિકો પોતાની બોટો સાથે વહેલી સવારથી જ બંદર પર હાજર રહ્યા હતા. જોકે, બપોર સુધી રાહ જોયા બાદ પણ મત્સ્યોદ્યોગ વિભાગ તરફથી કોઈ પણ અધિકારી કે કર્મચારી સ્થળ નિરીક્ષણ માટે આવ્યા ન હતા.
આ બાબતે રૂપેણ બંદરના સ્થાનિક રહેવાસી અમીનભાઈ કસમભાઈ ભેસલીયા દ્વારા નાયબ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી (વેરાવળ) ને ઈમેલ મારફતે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. તેમણે માંગ કરી છે કે:
૧. અધિકારીઓ સ્થળ પર કેમ ન આવ્યા તેનો યોગ્ય ખુલાસો કરવામાં આવે.
૨. નિરીક્ષણ માટે ફરીથી નવી તારીખ અને સમય નક્કી કરીને વહેલી તકે બોટ માલિકોને જાણ કરવામાં આવે.
૩. આ ઈમેલને બોટ માલિકોની બંદર પરની હાજરીના પુરાવા (રેકોર્ડ) તરીકે માન્ય રાખવામાં આવે.
આ ઘટનાને પગલે માછીમારો અને બોટ માલિકોમાં તંત્રની બેદરકારી સામે ભારે વિરોધનો સૂર ઉઠ્યો છે.
📲Get App