🔥 TRENDING મેલડી માતાના ઉત્સવ વટામણ सारण संसद का बड़ा बयान भाजपा में नहीं... కేంద్ర హోమ్ శాఖ మంత్రి కలిసిన మెగాస్టా... Sikkim's Milk Output Surges 79% in Ten... Union Minister Launches Centre of Exce... Mizoram aims for Rs 16 lakh per‑capita...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ
National

પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, ₹3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ

✍️ Reporter: Chavda Jignesh 🗓 16 Aug 2026, 07:14 AM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં અપ્રમાણસર મિલકતના કેસમાં આણંદના પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની તપાસમાં તેમની જાણીતી કાયદેસરની આવક કરતાં આશરે ₹3.56 કરોડની વધુ મિલકત હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ મામલે વર્ષ 2023થી તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન જમીન, ફ્લેટ, વાહનો સહિતની મિલકતો અને બેંક વ્યવહારોની તપાસ કરવામાં આવી હતી. ACBના જણાવ્યા મુજબ, તેમની સંપત્તિ જાણીતી આવક કરતાં 68.84 ટકા જેટલી વધુ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
અહેવાલો અનુસાર, કેતકી વ્યાસે પરિવાર સાથે જોડાયેલા આશરે 24 બેંક ખાતાઓમાં વિવિધ રકમ ટ્રાન્સફર કરી હોવાની પણ તપાસમાં માહિતી સામે આવી છે. તેમની મિલકતો અને નાણાકીય વ્યવહારો અંગે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન નકારાયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મદદથી શેલા વિસ્તારમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે તપાસ એજન્સી દ્વારા આ સમગ્ર મામલે વધુ પુરાવા અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App