🔥 TRENDING ધારી જોશી બાગમાં રાજા ગણપતી ઉત્સવમાં ભ... હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલમાં અદ્યત... Delhi police bust app‑based extortion... Artist Vipul’s Vibrant Paintings Revea... प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिवस... Four Armed Men Rob Jewelry Shop in Sin...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકામાં હાલ ત્રણ મોટા વિષયો ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. એક તરફ ગ્રીન ઇ-વ્હીકલ પોલિસી હેઠળ શહેરીજનોને અંદાજે ₹30.74 કરોડની

✍️ Reporter: Dhaval Maheta 🗓 17 Sep 2026, 10:28 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

19,190 વાહનોને ₹30.73 કરોડની માતબર ટેક્સ છૂટ સુરત મનપા દ્વારા પર્યાવરણની જાળવણી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવેલી ગ્રીન ઇ-વ્હીકલ પોલિસીને કારણે પાલિકાની આવક

સુરત મહાનગરપાલિકામાં હાલ ત્રણ મોટા વિષયો ભારે ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. એક તરફ ગ્રીન ઇ-વ્હીકલ પોલિસી હેઠળ શહેરીજનોને અંદાજે ₹30.74 કરોડની માતબર ટેક્સ રાહત આપવામાં આવી છે, જેમાં 87% હિસ્સો માત્ર મોંઘી ઈ-કારોના ફાળે ગયો છે. બીજી તરફ, કતારગામ ઝોનમાં ગેરકાયદે ધમધમતા તપેલા ડાઈંગ યુનિટ્સના કારણે પીવાના પાણીમાં કેમિકલ ભળવાની ગંભીર ઘટના સામે આવતા તંત્રએ 214 યુનિટ્સને નોટિસ ફટકારી સીલિંગની ચીમકી આપી છે. આ ઉપરાંત, શહેરમાં ધામધૂમથી શરૂ થયેલા ગણેશોત્સવ વચ્ચે ફાયર વિભાગ દ્વારા 29 આકરી શરતો સાથેનું બાંહેધરી પત્રક માગવામાં આવતા મેગા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે અને ધાર્મિક લાગણીને કારણે તંત્ર પણ વિમાસણમાં સપડાયું છે.

19,190 વાહનોને ₹30.73 કરોડની માતબર ટેક્સ છૂટ સુરત મનપા દ્વારા પર્યાવરણની જાળવણી અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે અમલી બનાવેલી ગ્રીન ઇ-વ્હીકલ પોલિસીને કારણે પાલિકાની આવક પર મોટી અસર વર્તાઈ રહી છે. 9 જૂન 2024થી 9 જૂન 2025 સુધીના એક વર્ષના સમયગાળામાં કુલ 19,190 વાહનોને ₹30,73,94,570ની 100 ટકા ટેક્સ રાહત આપવામાં આવી છે. મનપાએ વાહન દીઠ સરેરાશ ₹16,016ની આવક જતી કરવી પડી છે. આ આંકડાઓ શહેરમાં ઈ-વાહનો તરફ વધી રહેલા વલણની સાથે મનપાની તિજોરી પર પડેલા ભારને સ્પષ્ટ કરે છે.
📲Get App