ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં કુલ ₹22.35 કરોડના ખર્ચે 13 વિકાસકાર્યોનું ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આજ રોજ વાંસદા વિધાનસભામાં સમાવિષ્ઠ ખેરગામ તાલુકાના વિવિધ ગામોમાં કુલ ₹22.35 કરોડના ખર્ચે 13 વિકાસકાર્યોનું ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શુભેચ્છા પાઠવી. આ અંતર્ગત રોડ, બ્રિજ, બોક્સ કલ્વર્ટ, નવા વર્ગખંડ તથા રસ્તાઓના રિસરફેસિંગ જેવા વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં.
આ કાર્યો પૂર્ણ થતા ગ્રામજનો માટે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે, ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાં રાહત મળશે, વિદ્યાર્થીઓને શિક્ષણની વધુ સારી સુવિધા મળશે તેમજ ગામડાંઓ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનશે.
આ દરમિયાન વલસાડના સંસદસભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.