🔥 TRENDING Pickup Driver Killed in Bihar Road Acc... Farmer Leader NARESH MEENA Accused in... ज्योति बाल निकेतन ने मलारना को हराकर स... अंगौथा मौजा के ककरिया गांव में टेसु‑झि... अग्रवाल समाज सेवा समिति की आमसभा उदेई... गंगापुर सिटी के जाट बड़ौदा राजकीय उच्च...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે મહાનગરપાલિકાના, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ તેમજ સુરત જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને ₹198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Atul Thakor 🗓 25 Oct 2026, 06:02 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે મહાનગરપાલિકાના, સુરત શહેરી વિકાસ સત્તા મંડળ તેમજ સુરત જિલ્લા વહીવટી તંત્રના કુલ ₹211.65 કરોડના 37 કામોનું લોકાર્પણ અને ₹198.72 કરોડના 13 કામોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'મીની ઈન્ડિયા' તરીકે વર્ણવેલ સુરતમાં આજે શરદ પૂર્ણિમાના અવસરે વિકાસ પર્વ ઉજવાઈ રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નનન્સના સંકલ્પ સાથે રાજ્યના નગરો-મહાનગરોના થયેલ સર્વાંગી વિકાસની તેમજ સુરતને આજે મળેલ વિકાસકામોની રૂપરેખા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરીકરણને પડકાર નહીં, પણ તકના રૂપમાં સ્વીકારી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનું મોડેલ અપનાવ્યું છે, જેના પરિણામે શહેરો વિકાસના એન્જિન બન્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં 2010 માં ગુજરાતની સ્થાપનાના ૫૦ વર્ષ નિમિત્તે જાહેર કરાયેલી 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' દેશભરમાં પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટ માટે દિશાદર્શક બની હોવાનું જણાવી, 'વિકસિત સુરતથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત'ના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા આહવાન કર્યું હતું.
📲Get App