🔥 TRENDING Narmadapuram constable Somil Saxena ar... Resident Doctors Protest at AIIMS Jodh... અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થય... Goa Government and Tricog Health to Ho... IPL 2027 Player Auction Set for Decemb... Nagpur Resident Finds Dance Routine Bo...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પૂર્વ એકાઉન્ટન્ટે ₹10 હજારના બાકી પગારનો બદલો લેવા સળગાવ્યું શોરૂમ, ₹24 કરોડનું નુકસાન

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 06:50 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં એક પૂર્વ એકાઉન્ટન્ટે શોરૂમ સળગાવી દીધું, જેમાં ₹24 કરોડથી વધુનું નુકસાન થયું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સારોલી ખાતે આવેલી શ્યામ સંગિની માર્કેટમાં માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં એક પૂર્વ એકાઉન્ટન્ટે પોતાના શેઠને 'સબક' શીખવવાના ઇરાદે શોરૂમમાં આગ લગાડી દીધી હતી. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં 17 દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી અને ₹24 કરોડથી વધુનું નુકસાન થયું હતું. આરોપીએ ધાર્યું હતું કે ₹50 હજારથી ₹1 લાખનું નુકસાન થશે, પરંતુ આગે મોટું સ્વરૂપ ધારણ કરતાં તેનું આયોજન નિષ્ફળ ગયું.

આગના આ ભયાનક તાંડવ બાદ આરોપીએ પોતાના કૃત્ય પર પસ્તાવો કરીને ખાટુશ્યામ, અયોધ્યા અને કાશી વિશ્વનાથ મંદિરોની યાત્રા કરી માફી માંગી હતી. પરંતુ કાયદાના હાથથી તે બચી શક્યો નહીં અને આખરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સારોલી પોલીસે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનામાં આગ, પાણી અને ધુમાડાથી થયેલા નુકસાનનો આંકડો સ્પષ્ટ થયો છે. જેમાં આગથી ₹24 કરોડ, પાણીથી ₹1 કરોડ અને ધુમાડાથી ₹75 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે આરોપીનો ગેટ એનાલિસિસ ટેસ્ટ (GET) કરાવશે, જેથી આગ લગાડવા પાછળના ચોક્કસ કારણો અને તેની પદ્ધતિ વિશે વધુ માહિતી મળી શકે.
📲Get App