🔥 ट्रेंडिंग નેશનલ હાઈવે ૪ પર RTO સુરતની સ્પેશિયલ એ... बीएसएफ ट्रूपर ने खुद को गोली मारकर मौत... त्रिपुरा के मुख्यमंत्री ने मटाबारी में... त्रिपुरा विश्वविद्यालय में छात्रों ने... हिमाचल प्रदेश हाई कोर्ट ने होटल अनुमति... महिंद्रा ने सितंबर 2026 में 50,208 ट्र...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ માટે RRR પદ્ધતિ અને કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ અભિયાન..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 01 अक्टू. 2026, 11:18 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ અભિયાન અંતર્ગત નાગરિકોને 'રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ' (RRR) પદ્ધતિ અપનાવવા અને કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા..

સાબરકાંઠામાં-:
સ્વચ્છતા સે સમૃદ્ધિ અભિયાનના ભાગરૂપે હિંમતનગર શહેરના વિવિધ વોર્ડમાં નાગરિકોમાં 'રીડ્યુસ, રીયુઝ અને રિસાયકલ' (RRR) ના મહત્તમ ઉપયોગ અંગે જાગૃતિ કેળવવામાં આવી રહી છે.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કચરાનું પ્રમાણ ઘટાડવું, ઉપયોગી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો તથા કચરાનું યોગ્ય રીતે વિભાજન કરી રિસાયકલ કરવું તે અંગે નાગરિકોને સમજ આપવાનો છે.આ ઉપરાંત પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે બલ્ક વેસ્ટ જનરેટર્સ (BWGs) તથા રિસાયકલર્સની કામગીરી અને ઉપલબ્ધ સેવાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે.આ પ્રયાસો દ્વારા શહેરમાં પ્લાસ્ટિક કચરાના નિકાલને વધુ અસરકારક બનાવવાનો લક્ષ્યાંક છે..

શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવાના હેતુસર દૈનિક સાફ-સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો, મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોમાં નિયમિત સફાઈ કરી કચરાનું સમયસર એકત્રીકરણ અને નિકાલ કરવામાં આવે છે.નાગરિકોને પણ પોતાના ઘર અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા,કચરો જાહેર સ્થળે ન નાખવા તથા ભીનો-સૂકો કચરો અલગ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે.આ સામૂહિક પ્રયાસો દ્વારા સ્વચ્છ હિંમતનગર અને સમૃદ્ધ હિંમતનગરના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
📲Get App