🔥 ट्रेंडिंग વીરપુરના શ્રી ગાયત્રી મુક્તિ ધામ ચેરિટ... શીનોર ગામ મા વરસાદ પડતાં જ ઠંડક પ્રસરી ભારતીય જનતા પાર્ટી દ્વારા જેતપુરમાં સ્... અંકલેશ્વરના જૂના શાકમાર્કેટ પાસે ઇકોફ્... *आशीर्वाद का दीया बना विकसित भारत-विकस... जम्मू-कश्मीर हाई कोर्ट ने कर्मचारियों...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મધ્ય ગુજરાતનો મક્કમ સંકલ્પ — વિકસિત ગુજરાત, વિકસિત ભારત!🚀
बिज़नेस

મધ્ય ગુજરાતનો મક્કમ સંકલ્પ — વિકસિત ગુજરાત, વિકસિત ભારત!🚀

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 जून 2026, 08:35 PM 👁 33
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મધ્ય ગુજરાતનો મક્કમ સંકલ્પ — વિકસિત ગુજરાત, વિકસિત ભારત!🚀

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડોદરા સ્થિત GSFC યુનિવર્સિટી ખાતે યોજાનાર મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ-VGRCનો ઉદ્ઘાટન સમારોહ 29 જૂન, 2026ના રોજ યોજાશે...

‘પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા’ની થીમ હેઠળ યોજાનારી આ બે-દિવસીય પરિષદમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, યુક્રેન, યુએઈ, રવાન્ડા, જાપાન અને સિંગાપોર જેવા વિવિધ દેશોના રાજદ્વારીઓ, રાજ્યના મુખ્ય સચિવ અને વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવશ્રીઓ તેમજ ઉદ્યોગ જગતના CEO ઉપસ્થિત રહેશે; પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે...

પરિષદના પ્રથમ દિવસે અલગ-અલગ વિષયો પર કુલ 19 સેમિનારનું આયોજન; જેમાં સેમિકન્ડક્ટર લોજિસ્ટિક્સ, કૃષિમાં AIનો ઉપયોગ, છોટાઉદેપુરમાં રમતગમતના સાધનોનું ઉત્પાદન હબ, બાયોઇકોનોમી, પ્રવાસન, ગ્રીન હાઇડ્રોજન અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયો કેન્દ્રસ્થાને રહેશે...

પરિષદના બીજા દિવસે કુલ 11 સેમિનારનું આયોજન; જેમાં ક્વોન્ટમ ટેકનોલોજી, પ્રાદેશિક MSME કોન્ક્લેવ, એરોસ્પેસ અને ડિફેન્સમાં આત્મનિર્ભર ભારત, ગિફ્ટ સિટી, અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા આધુનિક વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે...
📲Get App