🔥 ट्रेंडिंग दानापुर पुलिस ने भारी मात्रा में विदेश... શિક્ષણ एआई ने बनाया वायरल वीडियो: टॉम हॉलेन्ड... राज एश्वार ने छह महीनों में 10 वर्टिकल... वरण टे के हॉरर‑कॉमेडी ‘कोरियन कानकराजु... क्रिस्टोफर नोलन की 'द ओडिसी' ने 1 बिलि...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
कृषि

અમરેલી જિલ્લામાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. ખાતરની ખરીદી પર સહાય યોજના અમલમાં: ખેડૂતોને લાભ લેવા અનુરોધ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 06 अग. 2026, 08:00 PM 👁 31
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લામાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી. ખાતરની ખરીદી પર સહાય યોજના અમલમાં: ખેડૂતોને લાભ લેવા અનુરોધ

અમરેલી તા. ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬ -
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે કૃષિ સહાયક યોજનાઓ અંતર્ગત ન્યુ એજીસ ખાતરો એટલે કે નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.ની ખરીદી પર તમામ ખેડૂતો માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને હેક્ટર દીઠ યુનિટ કોસ્ટ અથવા ખરીદ કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫૦ની મર્યાદામાં (બેમાંથી જે ઓછું હોય તે મુજબ) ખાતાદીઠ વધુમાં વધુ ચાર હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ 'વહેલા તે પહેલા'ના ધોરણે આપવામાં આવશે. લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ પોતાના ગામના ગ્રામસેવકનો સંપર્ક કરી, નજીકના તાલુકામાં નિયત થયેલ અધિકૃત વિતરક સંસ્થા (એબીસી/એએસસી સેન્ટર કે તાલુકા સહકારી સંઘ) ખાતે જમીનના રેકોર્ડ ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને ગ્રામસેવકનો સહાયનો દાખલો સબમિટ કરવાનો રહેશે. આ યોજના અંગે વધુ વિગતો માટે જે તે તાલુકા કક્ષાની ખેતીવાડી કચેરીના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ગામના ગ્રામસેવકનો સંપર્ક સાધવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
📲Get App