🔥 TRENDING Ajay Devgn’s ‘Drishyam The Conclusion’... Bobby Deol's Aashram 4 Shoot Delayed A... Amitabh Bachchan Recalls Early Career... Travis Kelce Spots in $94,350 Outfit a... Bollywood Hits: How Gujarati Folk Beat... Artists Showcase Kesariya Temple's Spi...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વધેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી સંપન્ન
Education

વધેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી સંપન્ન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 06 Aug 2026, 06:31 PM 👁 153
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની વધેલી ગ્રુપ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદની ચૂંટણી યોજાઈ.
5 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 10 ઉમેદવારોએ વિવિધ હોદ્દાઓ માટે ઉમેદવારી નોંધાવી હતી. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રક્રિયા નિયમબદ્ધ અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી.
6 ઓગસ્ટના રોજ પ્રાર્થના સભામાં પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં તડવી ચિરાગભાઈ વિજયભાઈને સૌથી વધુ મત મળતાં તેઓ શાળા સરપંચ તરીકે પસંદગી પામ્યા.
ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોએ રમતિયાળ ભાવનાથી પરિણામ સ્વીકારી લોકશાહી મૂલ્યોનો સુંદર પરિચય આપ્યો.
નવી બાળ સંસદ હવે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, રમતગમત અને સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બની શાળાના વિકાસમાં યોગદાન આપશે.
બાળ સંસદ માત્ર ચૂંટણી નથી, પરંતુ બાળકોમાં નેતૃત્વ, શિસ્ત, સેવા અને જવાબદારીના સંસ્કારો વિકસાવતું ઉત્તમ માધ્યમ છે.
📲Get App