🔥 TRENDING दतिया से भितरवार आतंक मचाने जा रहे आधा... जसोलधाम माता रानी मंदिर में दशमी पर उम... सरकारी शिक्षक हत्या मामले पुलिस ने बंज... कल्याण माळशेज वाहतूक करणारी भाजी पाला... নন্দীগ্রামের পথে পথে জনসংযোগে বিজেপি প... જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેં...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ‘મહિલા નેતૃત્વ દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન લુણાવાડા કિસાન માધ્યમ
Local

મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ‘મહિલા નેતૃત્વ દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન લુણાવાડા કિસાન માધ્યમ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 06 Aug 2026, 08:22 AM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા, મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.વી. રોઝ, તેમજ પ્રિન્સીપાલ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેરણાદાયી સંવાદમાં બાલિકા પંચાયતની

મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે આજે ‘મહિલા નેતૃત્વ દિવસ’ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસનના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં બાલિકા પંચાયતના સરપંચો અને સભ્યો સાથે નેતૃત્વ અંગેનો સંવાદ તથા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા, મહિલા અને બાળ અધિકારી શ્રી એમ.વી. રોઝ, તેમજ પ્રિન્સીપાલ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેરણાદાયી સંવાદમાં બાલિકા પંચાયતની દીકરીઓ અને શાળાની વિદ્યાર્થિનીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં સહભાગી થઈને નેતૃત્વના ગુણોની સમજ મેળવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત દીકરીઓને પ્રોત્સાહિત કરતા પોલીસ અધીક્ષક શ્રી સફીન હસને જણાવ્યું હતું કે, સમાજમાં પરિવર્તન લાવવા માટે દરેક માતા-પિતાએ દીકરા અને દીકરીને સમાન દૃષ્ટિકોણથી જોવા અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીકરીઓને તેમની કારકિર્દીમાં પોતાની પસંદગીના વિષયોમાં આગળ વધવા માટે પૂરતી આઝાદી અને પ્રોત્સાહન મળવું જોઈએ. જ્યારે દીકરીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે, ત્યારે તેઓ પરિવાર અને સમાજનું નામ રોશન કરે છે. કારકિર્દીના ઘડતરમાં દીકરીઓની રુચિને પ્રાધાન્ય આપવાની શીખ તેમણે આ સેમીનારના માધ્યમથી આપી હતી.
કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાએ મહિલા નેતૃત્વના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, વ્યવસાય, રાજકારણ અને સામાજિક સેવા જેવા દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતાનો પરિચય આપી રહી છે. મહિલાઓએ પોતાના નેતૃત્વ થકી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે અને તેઓ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
શાળાની અભ્યાસમાં ઉત્તમ પરિણામ મેળવનાર દીકરીઓને મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા જિલ્લાની દીકરીઓમાં આત્મવિશ્વાસ જગાડવા અને તેમને ભવિષ્યના સક્ષમ નેતૃત્વ તરીકે તૈયાર કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App