🔥 TRENDING Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran... டெங்கு காய்ச்சல் வராமல் தடுக்க!!! முன... જામજોધપુર સીદસર ઉમિયાધામ आगरा में बिजली चोरी पर 55 पर मुकदमा, ब...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને પુત્ર કરણ દેઓલની વસ્ત્રાલના વેદ આર્કેડ મોલમાં ભવ્ય મુલાકાત
Entertainment

અમદાવાદ: બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને પુત્ર કરણ દેઓલની વસ્ત્રાલના વેદ આર્કેડ મોલમાં ભવ્ય મુલાકાત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 Aug 2026, 09:31 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને તેમના પુત્ર કરણ દેઓલ અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા વેદ આર્કેડ મોલની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમના આગમનની જાણ થતાં જ સેંકડો ચાહકો ઉમટી પડ્યા હતા.

બોલિવૂડના જાણીતા અભિનેતા સની દેઓલ તેમના પુત્ર કરણ દેઓલ સાથે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા વેદ આર્કેડ મોલની મુલાકાતે પહોંચ્યા હતા. પિતા-પુત્રની જોડીને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો મોલ ખાતે એકઠા થયા હતા.

આગમનની જાણ થતાં જ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ અભિનેતાઓનું ઉમંગભેર સ્વાગત કર્યું હતું. મોલમાં અચાનક જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

સની દેઓલ અને કરણ દેઓલની આ મુલાકાત શહેરના ચાહકો માટે એક યાદગાર પ્રસંગ બની રહી હતી. સ્થાનિક લોકોમાં પણ બોલિવૂડ સેલિબ્રિટીઝના આગમનને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો.
📲Get App