🔥 TRENDING कटिहार में रौशना और रौतारा थानों के था... Three IPL franchises to replace captai... త్వరలోనే రిమ్స్‌లో 150 పడకల నిర్మాణం:... Tejashwi Yadav Calls for Fast-Track Tr... Indore Metro: 1000‑Ton Tunnel Boring M... High Court Sees Case Over Ghanashyam S...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નડાબેટના રણમાં પાણીનું સામ્રાજ્ય: ચોમાસુ આવતાજ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી, કુદરતનો અદ્ભુત નજારો
Viral & Trending

નડાબેટના રણમાં પાણીનું સામ્રાજ્ય: ચોમાસુ આવતાજ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી, કુદરતનો અદ્ભુત નજારો

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 02 Aug 2026, 06:24 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદની વચ્ચે નડેશ્વરી માતાના દર્શન માટે ભક્તોની ભીડ, નડાબેટ મ્યુઝિયમ અને રણમાં પ્રવાસીઓનો મેળા જેવો માહોલ

*નડાબેટના રણમાં પાણીનું સામ્રાજ્ય: ચોમાસુ આવતાજ વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી, કુદરતનો અદ્ભુત નજારો*

વરસાદની વચ્ચે નડેશ્વરી માતાના દર્શન માટે ભક્તોની ભીડ, નડાબેટ મ્યુઝિયમ અને રણમાં પ્રવાસીઓનો મેળા જેવો માહોલ

ચોમાસાની સક્રિયતાની સાથે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટમાં કુદરતે અદભૂત સૌંદર્ય સર્જ્યું છે. સતત વરસાદના કારણે વિશાળ રણમાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સામાન્ય રીતે સૂકું અને ઉજ્જડ દેખાતું રણ હવે પાણીથી છલકાઈ ઊઠતાં દૂર દૂર સુધી માત્ર પાણી જ પાણીનો નજારો જોવા મળી રહ્યો છે. આ મનમોહક દૃશ્ય સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.
વરસાદી માહોલ હોવા છતાં નડેશ્વરી માતાના મંદિરે આજે ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. સતત વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. બીજી તરફ નડાબેટ મ્યુઝિયમમાં પણ મુલાકાતીઓનો મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.
રણમાં ભરાયેલા પાણીના અદ્ભુત દૃશ્યોને નિહાળવા અને ફોટોગ્રાફી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વરસાદ અને પાણીથી છલકાતા રણનું બદલાયેલું રૂપ સૌને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં રણમાં પાણી ભરાતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ પાણીનો વ્યાપ વધુ જોવા મળતાં સમગ્ર વિસ્તારનું રૂપ જ બદલાઈ ગયું છે. નડાબેટનું રણ હાલ કુદરતના અનોખા સૌંદર્યથી જીવંત બની ગયું હોય તેવો અદભૂત અનુભવ પ્રવાસીઓને થઈ રહ્યો છે.
📲Get App