🔥 ट्रेंडिंग स्पाइडर‑मैन ने भारतीय बॉक्स ऑफिस पर तो... आईएमडी ने गुजरात और मध्य प्रदेश में भा... किरा अडवानी, जॉन अब्राहम सहित 5 बॉलीवु... शाहरुख खान बने बॉलीवुड के सबसे अधिक टै... सोनाली सेहगल सुर्खियों में मणुशी चिल्लर ने याद किया, पेपर लीक के...
31 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નનાદરા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, એક વ્યક્તિનું દુઃખદ અવસાન
स्थानीय

નનાદરા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, એક વ્યક્તિનું દુઃખદ અવસાન

✍️ रिपोर्टर: Alpeshkumar Rathod 🗓 31 जुल. 2026, 05:47 PM 👁 33

નનાદરા ગામમાં ભારે વરસાદ દરમિયાન મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું છે.

આજ રોજ ઠાસરા તાલુકાના નનાદરા ગામમાં સવારે ભારે વરસાદ દરમિયાન પરમાર ફળિયામાં રહેતા શ્રી મોહનભાઈ શંકરભાઈ પરમારના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે દટાઈ ગયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિક ગ્રામજનોના સહયોગથી તેમને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું. આ દુર્ઘટનાએ ગામમાં શોકનો માહોલ વ્યાપી લીધો છે.

પરમ કૃપાળુ ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ અર્પે અને શોકસંતપ્ત પરિવારને આ અસહ્ય દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને ગુજરાત સરકારશ્રીને તાત્કાલિક આર્થિક સહાય અને જરૂરી તમામ સરકારી સહાય પૂરી પાડવા માટે વિનંતી કરવામાં આવી છે.
📲Get App