🔥 TRENDING Tamil Film 'I'm Game' Unveils Official... Heavy Rain Alert Issued for Seven Stat... Jharkhand Aspirants Set Up Camp in Ran... Aravind Singh Featured on aajtak.in Kerala Kid Crafts Functional Robot Fro... Kerala Youth Recycles Cardboard Into R...
31 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી; અમરેલી જિલ્લા તંત્ર સતર્ક
કોસ્ટલ તાલુકાઓમાં વિશેષ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના

હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી; અમરેલી જિલ્લા તંત્ર સતર્ક કોસ્ટલ તાલુકાઓમાં વિશેષ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 31 Jul 2026, 11:14 AM 👁 28
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી; અમરેલી જિલ્લા તંત્ર સતર્ક
કોસ્ટલ તાલુકાઓમાં વિશેષ તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના


અમરેલી, તા. ૩૦ જુલાઈ, ૨૦૨૬ -
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ જુલાઈ તથા ૦૧ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનમાં તમામ લાઇન વિભાગોના અધિકારીઓ સાથે પૂર્વ તૈયારી અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ સજ્જ રહેવા તથા પૂર્વ આયોજન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. ખાસ કરીને વરસાદ અને પવનને કારણે સર્જાઈ શકે તેવી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે માટે જરૂરી માનવબળ, મશીનરી અને સાધનો તૈયાર રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જિલ્લાના કોસ્ટલ તાલુકાઓ સહિત દરિયાકાંઠાના ગામોમાં વિશેષ સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારો, દરિયાકાંઠાના ગામો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવા, જરૂર જણાય તો લોકોને સલામત સ્થળે ખસેડવાની પૂર્વ તૈયારી રાખવા તેમજ સ્થાનિક તંત્ર સાથે સતત સંકલન જાળવવા સૂચના આપવામાં આવી હતી અને જિલ્લા તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી.
📲Get App