🔥 TRENDING IPS Trainee Sent to Custody Delhi Police Denies Gunshot Claim 13 Indian Seafarers Stranded in Ukrain... India Asserts Claim Over Kashmir VHP Demands Apology From Rahul Gandhi Maharashtra Bans Junk Food
29 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દેવરાજ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે   ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Religion

દેવરાજ ધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

✍️ Reporter: Pandor Sanjaybhai Bhalabhai 🗓 29 Jul 2026, 09:48 PM 👁 34
આજના પાવન પ્રસંગ દરમિયાન દેવરાજ ધામ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની શાનદાર ઉજવણી ના ભાગ રૂપે ગુરુ પૂજન વિધિ અને મંદીર ના મહંત પૂજ્ય ધનેશ્વરગીરી બાપુ દ્વારા સમાજ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં મુખ્યત્વે સમાજ ને લગતી નિઃશુલ્ક સેવા આપી રહેલ સમાજ ના અગ્રણીઓ જેવા કે મહિપતસિંહ બાપુ વૃદ્ધાશ્રમ વવાલ. સંગીતાબેન બારીયા પ્રભુ સેવા આશ્રમ સુરત. રાજુભાઈ પ્રજાપતિ રક્તદાન . કિરણભાઈ પટેલ ફિકેટર. દિલીપસિંહ વી બિહોલા . અને ડી .પી અસારી જેવા ભેખ ધારિયો ને ફુલહાર અને ચાદર આપી સન્માન પત્ર સાથે સન્માનિત કર્યા હતા

ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે દેવરાજ મંદિર ખાતે બાબા રામદેવજી ભગવાનના અને દેવાયત પંડીત ની જીવિત સમાધિ નાભક્તોએ દર્શન કર્યા હતા અને પૂજ્ય મંદિર ના મહંત પૂજ્ય ધનેશ્વર ગીરીબાપુ અને મહેશ ગીરીબાપુ દ્વારા ગુરુપૂર્ણિમાનો મહિમા અને ગુરુ શિષ્ય વચ્ચે ના અવિતરણ પણે ચાલતા અતૂટ સંબંધ વિશે ની વિસ્તૃત માહિતી આપી હતી

વિશેષમાં દેવાયત પંડીત બાપા જે દેશમાં જેમનું વિશ્વ ખ્યાત નામ છે એવા મહાપુરુષે કરેલી ભવિષ્યવાણી ને પણ આ પ્રસંગે પૂજ્ય બાપુ દ્વારા યાદ કરવામાં આવી હતી કે જે આ કડી કાળના જમાનામાં આજે સાચી સાબિત થઈ રહી છે

આજના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુ પૂજન વિધિ અને ભોજન ભંડારા નો લાભ લીધો હતો
📲Get App