🔥 TRENDING ભીખા ભાઈ રબારી દ્વારા વડોદરામાં સ્થાનિ... વડોદરામાં ગાંજાના જથ્થા સાથે એક ઇસમની... શાહપુર વિસ્તારમાં આવેલ સરદારકુંજ સોસાય... વડોદરા એલ.સી.બી. ઝોન-2 દ્વારા ચાર મહિન... India Condemns PoK Election Jharkhand OBC Leaders Threaten Protest...
28 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Jul 2026, 07:02 PM 👁 22
ખાંભા નજીક પાંચ સિંહોના હુમલા બાદ ભેંસોએ જ સિંહોને ભગાડ્યા

​સિંહોએ મારણ કર્યું પણ ભેંસોએ એવું કર્યું કે સિંહો ભાગ્યા

​અમરેલી:
​અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામની સીમમાં પાંચ સિંહોએ ભેંસોના ટોળા પર હુમલો કરી એક ભેંસનું મારણ કર્યું હતું. જોકે ત્યારબાદ ભેંસોના ટોળાએ એકજૂથ થઈને સિંહોનો સામનો કરતા પાંચેય સિંહોને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
​ઈંગોરાળા ગામ નજીક સીમ વિસ્તારમાં ચરતા ભેંસોના ટોળા પર પાંચ સિંહોએ અચાનક હુમલો કર્યો હતો. સિંહોએ એક ભેંસનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી, પરંતુ ત્યારબાદ ટોળામાં રહેલી અન્ય ભેંસોએ ભાગી જવાને બદલે એકજૂથ થઈ સિંહ સામે મોરચો માંડ્યો હતો.
​ભેંસો સિંહોની પાછળ દોડતાં પાંચેય સિંહ શિકાર છોડીને ત્યાંથી દૂર ભાગી ગયા હતા. .
📲Get App