🔥 ट्रेंडिंग भारत ने ज़िम्बाब्वे की सफलता के बाद IC... सांवीत टॉलवार ने कहा, कानूनी कदम न उठा... रनबीर कपूर ने डूम 4 में भूमिका के अफ़व... जावेद जाफेरी ने 'बास हटाकर' धामाल में... बॉलीवुड हंगामा ने दीशा पाटनी की 20 नई... बॉलीवुड हंगामा ने सुनील सिंह निझर की 5...
26 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે.  આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે. આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 26 जुल. 2026, 05:36 PM 👁 28
*સાંતલપુર માં સતત બે દિવસના વરસાદ બાદ સાંતલપુર તાલુકામાં ઉત્તર ગુજરાત વીજ કંપની ની બેદરકારી સામે આવી છે. આસપાસના ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

ફરિયાદ કરવા માટે ના હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવે તો કોઈ જવાબ મળતો નથી. ઓફિસમાં પણ કોઈ જવાબદાર અધિકારી મળતો નથી.

સ્થાનિકોનો આક્ષેપ છે કે ચોમાસા પહેલા થાંભલા અને તારોની જાળવણી કરવામાં આવી ન હતી. જેના કારણે નાના વરસાદમાં જ આખી વીજ વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે.

લોકોમાં ઉત્તર ગુજરાતવીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
📲Get App