🔥 TRENDING અંકલેશ્વરમાં ટાંકી ફળિયાના જુગારધામ પર... ડોલગઢમાં સ્કોર્પિયો કાર કાબુ ખોવાઈ, 10... પૂર્વ વન વિભાગ અધિકારી બારોટ અને પત્ની... Driver of Speeding Scorpio Kills Pilgr... ManoramaMAX to Debut "Abhirami" Film a... New OTT Releases This Week: Shaque, Do...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કુવામાં ખાબકેલી ગાયને જીવદયા ગ્રુપે બચાવી: થાનગઢની જયઅંબે સોસાયટી પાસે ગાયનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
National

કુવામાં ખાબકેલી ગાયને જીવદયા ગ્રુપે બચાવી: થાનગઢની જયઅંબે સોસાયટી પાસે ગાયનું સફળ રેસ્ક્યુ ઓપરેશન

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 26 Jul 2026, 12:28 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુવામાં ખાબકેલી ગાયને જીવદયા ગ્રુપે બચાવી: થાનગઢની જયઅંબે સોસાયટી પાસે ગાયનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
થાનગઢ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરની જય અંબે સોસાયટી વિસ્તારમાં એક ગાય અચાનક ખુલ્લા કુવામાં ખાબકી હતી. સ્થાનિકોની તત્પરતા અને જીવદયા ગ્રુપની ભારે જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, જય અંબે સોસાયટીમાં એક રખડતી ગાય નજીકમાં આવેલા એક કુવામાં પડી ગઈ હતી. ગાય કુવામાં પડતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક થાનગઢ પાંજરાપોળ સંસ્થાનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાની સાથે જ થાનગઢ જીવદયા ગ્રુપની ટીમ તમામ જરૂરી સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુવો ઊંડો હોવા છતાં ટીમના સભ્યોએ ભારે હિંમત અને ચોકસાઈપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિક લોકોના સહયોગ અને જીવદયા ગ્રુપની ભારે જહેમત બાદ ગાયને કુવામાંથી સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ગાયનો આબાદ બચાવ થતા જ સોસાયટીના રહીશો અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જીવદયા ગ્રુપની કામગીરીને બિરદાવી હતી.
📲Get App